ઇમરાન હાશ્મીને મળ્યો શાહરૂખ ખાનનો સાથ, બંને એક સાથે કરશે આ કામ

PC: gqindia.com

શાહરૂખ ખાન અને ઇમરાન હાશ્મી જલદી એક સાથે જોવા મળશે પરંતુ તે બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા નહીં મળે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ઇમરાન હાશ્મી એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. વાસ્તવમાં શાહરૂખ ખાન નેટફ્લિક્સની એક સીરિઝ પ્રોડ્યુસ કરી રહ્યો છે જેમાં મુખ્ય ભૂમિકા ઇમરાન હાશ્મી ભજવશે. 'બાર્ડ ઓફ બ્લડ' નામની આ સીરિઝમાં ઇમરાન હાશ્મી એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે જેને શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે.

આ વાતનો ખુલાસો ખુદ શાહરૂખ ખાને ફર્સ્ટ ફૂટેજ રિવિલ કરીને કર્યો છે. સિંગાપુરમાં થયેલી એક ખાસ ઇવેન્ટમાં એક રેકોર્ડેડ મેસેજ મારફતે શાહરૂખ ખાને આ સીરિઝનો પ્રિવ્યૂ રજૂ કર્યો હતો. શાહરૂખ ખાને આ અવસરે જે મેસેજ મોકલ્યો હતો તેમાં કહ્યું કે હાલમાં આખી ટીમ લેહમાં શૂટિંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2015માં રીલિઝ થયેલી લેખક બિલાલ સિદ્દીકીની આ નામથી આવેલી પુસ્તક પર આ વેબ સીરિઝ આધારિત છે.

ઇમરાન હાશ્મીએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને જણાવ્યું કે 'કબીર આનંદ બનવા માટે તૈયાર છું. આ રોમાંચક યાત્રાનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.'

શાહરૂખ ખાને પણ તેના જવાબમાં ટ્વીટ કરી હતી કે, 'સ્વાગત છે મારા મિત્ર. આ એક યાત્રા છે જે રોમાંચ અને ડ્રામાથી ભરપૂર છે.' બાર્ડ ઓફ બ્લડમાં ઇમરાન હાશ્મી ગુપ્ત જીવન જીવતા એક જાસૂસ કબીર આનંદના પાત્રમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp