ઈશા દેઓલના થયા છૂટાછેડા, 11 વર્ષ અગાઉ થયા હતા ભરત તખ્તાની સાથે લગ્ન

PC: indiatoday.in

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી અને બોલિવુડ એક્ટ્રેસ ઈશા દેઓલે પતિ ઈશા તખ્તાની સાથે અલગ થવાની જાહેરાત કરી દીધી છે. ઘણા સમયથી રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે કપલ અલગ થઈ ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ ધ્યાન આપ્યું કે લાંબા સમયથી ઈશા અને ભરત કોઈ પણ પાર્ટી કે ઇવેન્ટમાં સાથે નજરે પડ્યા નથી. હવે અફવાઓને કન્ફર્મ કરતા કપલે જાહેરાત કરી છે કે તેઓ અલગ થઈ ગયા છે. આ બધુ બંનેની પરસ્પર સહમતીથી થયું છે.

કપલે અલગ થવાને લઈને જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા આ નિર્ણયમાં અમે પોતાના બંને બાળકોના ભલા બાબતે વિચાર્યું છે. તેઓ બંને અમારા માટે હંમેશાં પ્રાથમિકતા રહેશે. અમે બધાને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખવાની વિનંતી કરીએ છીએ. જાન્યુઆરી 2024માં ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓ થઈ હતી. બોલિવુડના ગલિયારામાં ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના તૂટતા સંબંધને લઈને ખૂબ ગોસિપ થઈ રહી હતી.

તેની શરૂઆત રેડિટની એક વાયરલ પોસ્ટના કારણે થઈ હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કપલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. ત્યારબાદ યુઝર્સે એ વાત પર ધ્યાન આપ્યું કે વર્ષ 2023થી શરૂ થયેલી ફેસ્ટિવ સીઝનમાં ઈશા દેઓલ માત્ર પોતાની માતા સાથે નજરે પડી હતી. અહી સુધી કે આમીર ખાનની દીકરી આયરા ખાનના રિસેપ્શનમાં પણ ઈશા માતા હેમા માલિની સાથે પહોંચી હતી. હેમા માલિની સિવાય ઈશા દેઓલ પોતાની બંને દીકરીઓ સાથે પણ નજરે પડી છે.

ઇશાને નાના મોટા ઇવેન્ટ્સ એકલી એટેન્ટ કરતી નજરે પડી. અહી સુધી કે અલગ અલગ દિવાળી પાર્ટીઓમાં પણ તે એકલી જ પહોંચી હતી, જ્યારે હંમેશાં એવું થતું આવ્યું કે તે પતિ ભરત સાથે ઇવેન્ટ અને પાર્ટીઓમાં સામેલ થાય છે. એટલું જ નહીં, સાસુ હેમા માલિનીના 75માં જન્મદિવસ સેલિબ્રેશનમાં પણ ભરત પહોંચ્યો નહોતો. તેનાથી કપલ વચ્ચે બધુ સારું ન હોવાની અફવાઓને વધુ હવા મળી હતી.

તો એક્ટ્રેસે જૂન 2023માં પતિ ભરત સાથે રોમાન્ટિક ફોટો શેર કરતા લગ્નની 11મી વર્ષગાંઠની શુભેચ્છા આપી હતી. ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન વર્ષ 2012માં થયા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા લાયક હતી. દીકરીને વિદાઇ થતી જોઈને ધર્મેન્દ્રના આંસુ નીકળી પડ્યા હતા. તેમની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. આ લગ્નથી કપલની બે દીકરીઓ છે જેમનું નામ રાધ્યા અને મિરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp