અનંત અંબાણીને લગ્નમાં 23 કરોડની લક્ઝરી SUV... અને આ કરોડોની ગિફ્ટો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં હતા. બંને 12 જુલાઇએ લગ્નના બંધનમાં બંધાયા. તેમનું વેડિંગ ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યું હતું. તેમાં દેશ-વિદેશથી મોટી સેલિબ્રિટીઓ પહોંચી હતી. મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરાના લગ્ન ખૂબ હર્ષોલ્લાસ સાથે કર્યા. જ્યાં મહેમાનોની રિટર્ન ગિફ્ટ ખૂબ ચર્ચામાં રહી કે મુકેશે 2 કરોડની ઘડિયાળ ગિફ્ટમાં આપી છે. તો હવે રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે અનંત અને રાધિકાને ખૂબ મોંઘી અને લક્ઝરી ગિફ્ટ્સ મળી છે. તેમાં ઘર, ગાડી, વિલા, પ્રાઇવેટ જેટથી લઇને હેલિકોપ્ટર સુધી સામેલ છે.
આ બધા વચ્ચે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અનંતને 13 કરોડની અલ્ટ્રા લક્ઝરી SUV પણ મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લગ્નમાં DARTZ ગિફ્ટ મળી છે. આ ખૂબ લક્ઝુરિયસ SUV છે. તેની કિંમત 1.6 મિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે. ભારતીય કરન્સીમાં તેની કિંમતની વાત કરવામાં આવે તો એ લગભગ 13.39 કરોડ રૂપિયાની છે. એ સિવાય પણ અંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર ગિફ્ટમાં મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, Amazonના પૂર્વ અધ્યક્ષ અને CEO જેફ બેજોસે ન્યૂલી વેડ કપલને 11.50 કરોડ રૂપિયાની બુગાટી કાર ગિફ્ટમાં આપી છે.
તો કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકના CEO માર્ક જુકરબર્ગે તેમને 300 કરોડ રૂપિયાની કિંમતનો પ્રાઇવેટ જેટ મોકલ્યો છે. તેની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે સુંદર પિચાઇએ તેમને 100 કરોડ રૂપિયાનો હેલિકોપ્ટર ગિફ્ટમાં આપ્યો છે. એટલું જ નહીં અનંત અને રાધિકાને બોલિવુડ સેલિબ્રિટીઓ તરફથી પણ કિંમતી અને મોંઘી ગિફ્ટ્સ મળી છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કપલને 9 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ગિફ્ટ કરી છે.
તો કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને 15 કરોડની સ્પોર્ટ્સ બાઇક આપી છે. જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 20 કરોડ રૂપિયાની કસ્ટમાઇઝ્ડ રોલ્સ રોયસ કાર ગિફ્ટમાં આપી છે. તેની સાથે જ બાકી સેલિબ્રિટીઓની વાત કરીએ તો તેમાં શાહરુખ (ફ્રાન્સમાં 40 કરોડનો અપાર્ટમેન્ટ), અક્ષય કુમાર (60 લાખની સોનાની પેન), કિયારા અડવાણીએ (25 લાખની હાથથી બનેલી સાલ), કેટરીના-વિકી કૌશલ (19 લાખની સોનાની ચેન) જેવા સ્ટાર્સે મોંઘી ગિફ્ટ પણ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp