સવાલોના જવાબ કેવી રીતે આપવું એ મહેશ બાબુએ શાહરુખ પાસે શીખવું જોઈએ

PC: khabarchhe.com

મહેશ બાબુ હાલમાં ખૂબ જ ચર્ચામા છે. બોલિવુડ તેને અફોર્ડ નહીં કરી શકે એ વાતને લઈને તે ખૂબ જ ન્યુઝમાં છે. જોકે તેણે શાહરુખ ખાન પાસેથી કેવી રીતે સવાલોના જવાબ આપવામા એ શીખવું જોઈએ.

 
 
 
View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

‘મેજર’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મહેશ બાબુને બોલિવુડમાં કામ કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. આ વખતે મહેશ બાબુએ કહ્યું હતું કે ‘બોલિવુડમાંથી તેને ઘણી ફિલ્મોની ઓફર મળે છે, પરંતુ તેઓ મને અફોર્ડ કરી શકે એમ નથી.’

બોલિવુડે રજનિકાન્ત, કમલ હાસન, અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, શાહરુખ, સલમાન ખાન અને આમિર ખાન જેવા હીરોને અફોર્ડ કર્યા છે તો પછી મહેશ બાબુ ખૂબ જ દુરની વાત છે. પ્રોડ્યુસર મહેશ બાબુના આ સ્ટેટમેન્ટને લઈને તે સતત ન્યુઝમાં છે, પરંતુ આ સાથે જ સોશિયલ મીડિયા પર એક નવો વિડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વિડિયોમાં શાહરુખ ખાન જોવા મળી રહ્યો છે. આ વિડિયો 2008નો બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો છે. ત્યાં તેને પણ આવો જ એક સવાલ કરવામાં આવ્યો હતો.

શાહરુખને સવાલ કરવામાં આવ્યો હતો કે તે બોલિવુડનો ગ્રેટેસ્ટ સ્ટાર છે, પરંતુ તેણે ક્યારેય હોલિવુડમાં કામ કરવા વિશે વિચાર્યું છે? શું તે હોલિવુડના ડ્રીમ ફિક્ટરીમાં કામ કરવા માગે છે? આ સવાલ અને મહેશ બાબુનો સવાલ સરખો જેવો જ હતો. ફરક એટલો હતો કે એક હોલિવડુ હતું અને એક બોલિવુડ. એ સમયે શાહરુખે જવાબ આપ્યો હતો કે ‘મારી ઇંગ્લિશ સારી નથી. બની શકે મને એવો રોલ મળે જ્યાં મારી પાસે બોલવા માટે ડાયલોગ પણ ન હોય. હું મોડેસ્ટી નથી દેખાડી રહ્યો. જોકે મને લાગે છે કે હું 42 વર્ષનો થઈ ગયો છું.

મારો રંગ થોડો બ્રાઉન છે. એક્ટર તરીકે મારી અંદર કોઈ યુએસપી નથી. મારામાં કંઈ સ્પેશ્યલ નથી, જેમ કે મને કુંગ ફુ નથી આવડતું. હું લેટિન સાલસા ડાન્સ નથી કરી શકતો. મારી હાઇટ પણ ઓછી છે. તમે જેને ડ્રીમ ફેક્ટરી કહી રહ્યાં છો એમાં મારા માટે જગ્યા નથી એવું મને લાગે છે. મને લાગે છે કે હું એટલો ટેલેન્ટેડ નથી. આથી મારી ઇચ્છા છે કે હું ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવા માગુ છું અને એને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડવા ઇચ્છુ છું. હું લાંબા સમયથી કામ કરી રહ્યો છું અને ઇચ્છુ છું કે લોકો ઇન્ડિયન ફિલ્મોને જુએ. હું જે જગ્યાએ છું ત્યાંના સિનેમામાં મારી જરૂર છે. જર્મની, અમેરિકા કે પછી દુનિયાનો કોઈ પણ દેશ હોય જ્યાં હિન્દી વધુ પોપ્યુલર ન હોય એ જગ્યાએ હું મારા દ્વારા ફિલ્મો પહોંચાડવા માગુ છું.’

શાહરુખના આ હ્યુમરની ફરી ખૂબ જ વાહવાહી થઈ રહી છે. લોકો કહી રહ્યાં છે કે મહેશ બાબુએ પણ હવે શાહરુખ ખાન પાસેથી જવાબ કેવી રીતે આપવો એ શીખવું જોઈએ. સામે વાડાને ખોટુ પણ ન લાગે અને તમે તમારી વાત ઇજ્જતથી લોકો સમક્ષ પહોંચાડી શકો એ શાહરુખ પાસે શીખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp