પિતા બસ ડ્રાઈવર અને દીકરો બોક્સ ઓફિસનો બાદશાહ, આ છે રોકી ભાઈની સફળતાની કહાની

PC: news18.com

એક્ટર યશ આજે સમગ્ર દેશમાં જાણીતું નામ છે. કન્નડ સિનેમાના આ સુપરસ્ટારની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ હિન્દી વર્જને સાત દિવસમાં બોક્સ ઓફિસ પર 250 કરોડનો બિઝનેસ કર્યો છે, આ ફિલ્મે અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે, જે ગત કેટલાક સમયમાં રીલિઝ થયેલી હિન્દી ફિલ્મો તેમને સ્પર્શી પણ ન શકી, પણ યશે રોકી ભાઈ બનીને સમગ્ર દેશમાં જાણીતો થવાની કહાની પણ સરળ નથી, આના પાછળ તેનો એક મોટો સંઘર્ષ અને મહેનત રહી છે. યશ કોઈ પણ ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતો નથી, પણ તેને એક્ટિંગના પોતાના શોખ અને જુસ્સાથી આજે આ સ્થાન હાંસલ કર્યું છે.

યશનું રિયલ નામ નવીન કુમાર ગૌડા છે, તેનો જન્મ 8 જાન્યુઆરી, 1986 એ કર્ણાટકના હાસન જિલ્લાના બુવનહલ્લી ગામમાં થયો હતો, તેના પિતા અરુણ કુમાર બસ ડ્રાઈવર છે, જ્યારે માતા પુષ્પા હોમમેકર છે, તેને એક નાની બહેન છે અને યશે મહત્તમ સમય મૈસુરમાં પસાર કર્યો છે, પણ તેને એક્ટિંગનો શોખ જતો અને તે ડ્રામા ટ્રુપનો ભાગ બન્યો હતો, જેને બી.વી.કારંથે બનાવ્યો હતો, આવી રીતે તેને એક્ટિંગનું શાનદાર ટેલેન્ટ શીખવાની તક મળી હતી.

યશે એક્ટિંગ કરિયરની શરૂઆત 2004મા ટીવી સીરીયલ ‘નંદા ગોકુલા’થી કરી હતી, ત્યાર બાદ અનેક ટીવી સીરીયલમાં તે જોવા મળ્યો હતો, પણ 2008મા ‘મોગિના માનષુ’ ફિલ્મથી તેને ડેબ્યૂ કર્યો હતો, આ સપોર્ટીંગ રોલ હતો, પણ આ જ વર્ષે રોકી ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

2013મા આવેલી ‘ગૂગલી’ તેની તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની હતી, પણ 2018મા આવેલી ‘KGF’એ તેને પૈન ઈન્ડિયા સ્ટાર બનાવી દીધો અને રોકી ભાઈને ઘર-ઘરમાં પ્રસિદ્ધ બનાવી દીધો.

યશે 9 ડિસેમ્બર 2016ના રોજ એક્ટ્રેસ રાધિકા પંડિત સાથે લગ્ન કરી લીધા હતા, તેને એક દીકરી અને એક દીકરો છે. બંનેએ મળીને યશ માર્ગ ફાઉન્ડેશન શરૂ કર્યું છે, આ સંસ્થા જરૂરિયાતમંદોની સહાય કરે છે, ક્યારેક બે રૂમના સરકારી ઘરમાં રહેતો યશ પરિવાર આજે આલિશાન બંગલામાં રહે છે, મોટી-મોટી ગાડીઓમાં ફરે છે. યશે કરોડો નહીં, પણ અબજોની સંપત્તિ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp