ફવાદ ખાને આલિયા-સોનમને ઓનસ્ક્રીન કીસ કરવાની ના પાડેલી, બોલ્યો- મારા દર્શકો...

PC: BollywoodShaadis.com

પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનના ભારતમાં પણ ઘણાં ચાહકો છે. તેનો સ્ટારડમ ભારતથી લઈ દુબઈ સુધી જોવા મળે છે. કરિયરના શરૂઆતમાં ફવાદ ખાન એક રોક બેન્ડ માટે પર્ફોમ કરતો હતો. ત્યાર બાદ 2007માં પફવાદે પાકિસ્તાની ફિલ્મ ખુદા કે લિએથી ડેબ્યૂ કર્યું. ઘણી પાકિસ્તાની સીરિયલો કરી. જેમાં હમસફર, દાસ્તા અને જિંદગી ગુલઝાર હૈ ખૂબ જ પ્રચલિત ડ્રામા રહ્યા.

ખેર, 2014માં ફવાદ ખાને ભારતીય હિંદી સિનેમામાં ડેબ્યૂ કર્યું. ફિલ્મનું નામ હતું ખૂબસુરત. આ ફિલ્મમાં ફવાદ ખાન પર ભારતીય દર્શકો કાયલ થઇ ગયા. સોનમ કપૂર સાથે ફિલ્મમાં ફવાદ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આલિયા ભટ્ટની સાથે ફવાદે કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મમાં કામ કર્યું. આ બંને ફિલ્મોમાં ફવાદે લીડ અભિનેત્રીઓને કીસ કરવાની ના પાડી દીધી હતી.

ફવાદે કહી હતી આ વાત

ફવાદે એક ઈન્ટરવ્યૂ દરમિયાન એ સવાલ કર્યો હતો કે, તેણે ઓનસ્ક્રીન કીસ કરવાની ના શા માટે પાડી? જવાબમાં ફવાદે કહ્યું હતું કે, મને લાગે છે કે મારે મારા દર્શકોની ફીલિંગ્સને માન આપવું જોઇએ જેઓ મને પસંદ કરે છે. મારી મોટા ભાગની ઓડિયન્સને ઓનસ્ક્રીન કીસ સારી લાગતી નથી. તેઓ નારાજ થઇ શકે છે. માટે હું મારા દર્શકોને ગુમાવવા માગતો નથી.

આલિયા ભટ્ટને પણ ફવાદ ખાન સાથે કિસિંગ સીનને લઈ એક સવાલ કરવામાં આવ્યો હતો. આલિયાએ કહ્યું હતું કે, ફવાદ સાથે મારો એક કિસિંગ સીન હતો. જ્યારે આ સીન શૂટ થવાનો હતો તો અમે બંને ક્લિઅર હતા કે અમે આમાં ચીટ કરવાનું રહેશે. મતલબ કે કિસ ચીટ કરવાની રહેશે. તો દર વખતે હું તેમના ફેસ પાસે માત્ર જઈ રહી હતી અને અમે બંને દૂર જઇ રહ્યા હતા. કે પછી ડિરેક્ટર કટ બોલી રહ્યા હતા. હું તે સમયે માત્ર એ વિચારી રહી હતી કે હું ફવાદને કન્ફર્ટેબલ મહેસૂસ કરાવું. કારણ કે તે જ્યાંથી આવે છે તે ઘણી મોટી વાત છે. તેના દર્શકો ઓફેન્ડ થઈ શકતા હતા, જો કિસિંગ સીન પ્રોપર હોત તો. અમે માત્ર કિસ કરવાનો અભિનય કર્યો.

જણાવીએ કે, ફવાદ ખાન પાકિસ્તાની સિનેમામાં આજે પણ એક્ટિવ છે. આલિયાની વાત કરીએ તો અભિનેત્રી પાસે ઘણાં પ્રોજેક્ટ્સ છે. જેના પર તે કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp