બીગ બીએ શેર કરી ભાવુક પોસ્ટ, બોલ્યા- આ એવી પળ છે, જ્યારે તમારી મદદ કરનાર કોઈ નથી

PC: thedailyguardian.com

અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) શૉને હોસ્ટ કરી રહ્યા છે. આ વખત KBCની 16મી સીઝન શરૂ થવાની છે. અમિતાભ બચ્ચને શૉની શૂટિંગ શરૂ કરી દીધી છે. દર વર્ષે અમિતાભ બચ્ચન સામે કેટલાક એવા કન્ટેસ્ટેન્ટ આવે છે, જેમની જર્ની પોતે બિગ બીને ઈમોશનલ કરી દે છે. કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન બસ થોડા જ દિવસોમાં શરૂ થવાની છે. તેની સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટો સામે આવી ચૂક્યા છે.

KBCની આ સીઝનમાં એક નવો કોન્સેપ્ટ એડ કરવામાં આવ્યો છે, જે કન્ટેસ્ટેન્ટે જીતેલી રકમને ડબલ કરી દેશે. આ બધા વચ્ચે બિગ બીએ ભાવુક કરી દેનારી પોસ્ટ શેર કરી છે. અમિતાભ બચ્ચને પોતાના Vlogમાં હેલ્પલેસ ફીલ કરવા બાબતે જણાવ્યું છે. તેમણે કન્ટેસ્ટેન્ટના સંઘર્ષ પર વાત કરી છે. અમિતાભ બચ્ચને KBCના સેટની કેટલીક તસવીરો શેર કરી છે. તેની સાથે જ તેમણે એ પણ બતાવ્યું કે જે કન્ટેસ્ટેન્ટ્સ હોટ સીટ પર તેમની સામે બેસે છે, તેઓ કયા પ્રકારે તેમને પ્રભાવિત કરે છે.

અમિતાભ બચ્ચને લખ્યું કે, ગેમમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે અને તેનાથી આપણે શું શીખીએ છીએ, તેના પર અસર પડશે, પરંતુ જ્યારે પણ કોઈ કન્ટેસ્ટેન્ટ અમારી સામે પોતાની કહાની બતાવે છે. તેઓ કઇ પરિસ્થિતિમાં રહ્યા છે અને કેટલા અત્યાચારિત થયા છે અને પછી તેઓ પોતે એ હોટ સીટ પર બેસી શકે છે અને એ પળની ભાવનાથી અભિભૂત થઈ જાય છે. અમિતાભે આગળ લખ્યું કે, આ એવી પળ હોય છે, જેનાથી તમે જોડાયેલું અનુભવો છો અને એવું પણ કે તમારી મદદ કરવાવાળું કોઈ નથી.

એવા લોકો, જે લોકો સામે આવે છે, જે એ વાત જાણે છે કે તેમના સંઘર્ષને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે, એ છતા તેમના ચહેરા પર સ્માઇલ હોય છે, જે દિલ જીતી લે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે કન્ટેસ્ટેન્ટ સામે આવ્યા છે. તેમની લાઇફ જર્ની ખૂબ ઈમોશનલ અને મૂવિંગ રહી છે. અમે તેમની વાતો સાંભળીએ છીએ અને તેમની મદદ માટે આગળ આવીએ છીએ. આ અપેક્ષામાં કે એ દર્દ ભરેલી જિંદગીથી તેમને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિ 16 સોની ટી.વી. પર પ્રસારિત કરવામાં આવશે. શૉ 12 ઑગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp