ફાઇટરમાં રિતિક-દીપિકાએ એરફોર્સ યુનિફોર્મમાં કરી કિસ, ઓફિસર ભડક્યા

PC: indiatoday.in

ફિલ્મ 'ફાઇટર' એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મમાં એરફોર્સના ફાઇટર પાઈલટ્સની કહાની દેખાડવામાં આવી છે. ફિલ્મના એક સીનમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ એર ફોર્સના યુનિફોર્મ પહેરીને એક બીજાને કિસ કરતા નજરે પડ્યા હતા. હવે ઇન્ડિયન એરફોર્સના આસામમાં પોસ્ટેડ વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આ સીન પર આપત્તિ વ્યક્ત કરતા સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટરને નોટિસ મોકલી છે.

વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસનું કહેવું છે કે, કિસિંગ સીનમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ એર ફોર્સના યુનિફોર્મનું અપમાન છે. એર ફોર્સનું યુનિફોર્મ માત્ર કપડાંનો ટુકડો નથી, પરંતુ એ આપણાં દેશની રક્ષા માટે ત્યાગ, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. સીનમાં એક્ટર્સને ઇન્ડિયન એરફોર્સના સભ્યમાં રૂપમાં દેખાડી શકાય છે. તેમના યુનિફોર્મમાં આ હરકત કરવી ખોટી છે. લીગલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર પ્રતિકનો ઉપયોગ ફિલ્મમાં રોમાન્ટિક એંગલ દેખાડવા માટે કરવું ખોટું છે.

એ આપણાં દેશની સેવામાં અગણિત જવાનો દ્વારા કરવામાં આવેલા બલિદાનની ગરિમાનું અવમૂલ્યન કરે છે. સાથે જ એ યુનિફોર્મમાં ખરાબ વ્યવહારને સામાન્ય બનાવે છે. જે આપણી સીમાઓની સુરક્ષા કરનાઓને સોંપવામાં આવેલી જવાબદારી વિરુદ્ધ ખતરનાક ઉદાહરણ કાયમ કરે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, એર ફોર્સનું યુનિફોર્મ પહેરીના અધિકારીઓનું આમ પબ્લિકમાં રોમાન્ટિક થવું માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ તેમના પાત્રો અને પ્રોફેશનલ વ્યવહારને પણ ખોટી રીતે દેખાડે છે.

એર ફોર્સમાં જવાનો પાસે અનુશાસન અને મર્યાદાની આશા રાખવામાં આવે છે. આ સીન તેમને પોતાના યુનિફોર્મ અને ડ્યૂટી પ્રત્યે ગેર જવાબદારીભર્યું અને અનાદરપૂર્ણ દેખાડે છે. વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે ફાઇટર્ન મેકર્સને આ સીનને હટાવવાની માગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, મેકર્સે એર ફોર્સ અને તેમના જવાનોની દુનિયા સામે માફી માગવી જોઈએ. ફિલ્મ મેકર્સ લેખિતમાં આપે કે ભવિષ્યમાં તેઓ એર ફોર્સના જવાનો અને યુનિફોર્મનું આ પ્રકારે અનાદર નહીં કરે.

રિતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફાઇટરને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે બનાવી છે. આ ફિલ્મે દુનિયાભરમાં 350 કરોડની કમાણી કરી છે. તો ભારતીય બોક્સ ઓફિસ પર તેની કમાણી લગભગ 178 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, અનિલ કપૂર સાથે અન્ય સ્ટારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp