પુત્ર આર્યનની ધરપકડ પર પહેલી વખત બોલી ગૌરી ખાન

PC: freepressjournal.com

શાહરુખ ખાન અને ગૌરી ખાનના છોકરા આર્યન ખાન ગયા વર્ષે ઘણી ચર્ચામાં રહ્યો હતો. આર્યનની મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મતલબ NCBએ ધરપકડ કરી હતી. ઓક્ટોબર 2021માં આર્યનની ધરપકડ પછી ઘણો મોટો વિવાદ ઊભો થયો હતો. કોર્ટમાં ઘણી સુનાવણીઓ થઈ હતી અને ઘણી મુશ્કેલીઓ પછી આર્યન ખાનને જામીન મળી ગયા હતા. આ વચ્ચે શાહરુખ ખાનનો પરિવાર પણ ઘણો પરેશાન હતો. હવે પહેલી વખત આર્યનની મા ગૌરી ખાને આ અંગે વાત કરી છે.

કરણ જોહરના શો કોફી વિથ કરણ 7ના નવા એપિસોડમાં ગૌરી ખાન આવી હતી. અહીં તેની સાથે ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂર પણ સાથે હતી. બંનેએ નેટફ્લિક્સના શો બોલિવુડ વાઈવ્સમાં કામ કર્યું છે. શો પર હોસ્ટ કરણ જોહરે આર્યન ખાનના વિવાદિત કેસનું નામ લીધા વગર તેના અંગે વાત કરી હતી.

કરણે ગૌરીને કહ્યું હતું કે, આ તેના માટે ઘણો મુશ્કેલ સમય રહ્યો હશે અને તમે બધા આમાંથી વધારે શક્તિશાળી થઈને બહાર આવ્યા છો. હું જાણું છું કે તું એક માતા છે. આપણે એક જ પરિવારનો હિસ્સો છીએ. અને આ કોઈના પણ માટે સરળ રહ્યું ન હતું. જેના પછી ગૌરી ખાને પહેલી વખત આર્યનની ધરપકડ અંગે વાત કરતા કહ્યું હતું કે, જે સમયમાંથી પસાર અમે થયા છે તેનાથી વધારે ખરાબ કંઈ હોઈ શકે તેમ નથી. પરંતુ એક પરિવાર તરીકે અમે જ્યાં એકસાથે ઊભા હતા, તો હું કહી શકું છું કે અમે બધા એક સારી સ્પેસમાં છીએ.

અમે એકબીજાને મળતા પ્રેમનો અનુભવ કરીએ છીએ. અમારા મિત્રો અને એવા ઘણા લોકો છે જેને અમે નથી ઓળખતા પરંતુ લાખોની સંખ્યામાં મેસેજ અને તેમનો અઢળક પ્રેમ અમને મળ્યો છે. જેના માટે અમે પોતાને ઘણા ભાગ્યશાળી માનીએ છીએ. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે અમારી મદદ કરી છે. આર્યન ખાનને ડ્રગ્સના મામલામાં ધરપકડ કર્યા બાદ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને આર્થર રોડ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.

શાહરુખ ખાન પુત્રને મળવા જેલમાં પહોંચ્યો હતો. 30 ઓક્ટોબરે 28 દિવસ બાદ તે પોતાના ઘરે પાછો ફર્યો હતો. આર્યન વિરુદ્ધ સબૂત ન મળવાના કારણે કોર્ટે તેને ક્લિન ચીટ પણ આપી દીધી છે. થોડા દિવસો પહેલા જ આર્યન ખાન સોશિયલ મીડિયા પર પાછો ફર્યો છે. જેમાં તેણે બહેન સુહાના અને નાના ભાઈ અબરામ સાથેનો ફોટો શેર કર્યો છે. આ સિવાય તેણે એક ફોટોશૂટના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp