27 વર્ષે સલમાનને હરણ કેસમાં માફી! સોમી અલી મદદે આવી?
હાલમાં જ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટના બની હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર સલમાન ખાન છે. આ દરમિયાન સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી તેના બચાવમાં આવી છે. સોમીએ સલમાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગી છે પરંતુ બિશ્નોઈ સમુદાયે તેની માફી ફગાવી દીધી છે. જો કે, તેની સાથે જ બિશ્નોઈ સમુદાયના પ્રમુખે સલમાનને વધુ એક તક આપી છે, જેમાં તેણે એક શરતની સાથે માફી આપવાની વાત પણ કરી છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. આ અંગે સલમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચુકી છે. હાલમાં જ મુંબઈમાં તેના એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું, જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. આ ઘટના પછી હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી તેના બચાવમાં આવી છે. તેણે 27 વર્ષ જૂના કેસને લઈને બિશ્નોઈ સમુદાયની માફી માંગી છે, પરંતુ બિશ્નોઈ સમુદાયે સોમી અલી દ્વારા માંગવામાં આવેલી માફી ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં સલમાનની ચિંતા વધી ગઈ છે.
બિશ્નોઈ સમુદાયને સોમી અલીની માફીની અપીલ પર સમાજે કહ્યું કે, આમાં સોમી અલીની ભૂલ નથી, સલમાન ખાનની ભૂલ છે. જોકે, અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ સલમાનને તક આપતાં એક શરત મૂકી છે. આ સ્થિતિમાં એવું કહેવાય છે કે, જો સલમાન ખાન તે જગ્યાએ જઈને 27 વર્ષ જૂના કેસમાં માફી માંગે તો મામલો ઉકેલાઈ શકે છે. આ પછી સમાજના લોકો સાથે બેસીને નિર્ણય લઈ શકે છે. તેમણે કહ્યું કે બિશ્નોઈ સમાજના 29 નિયમોમાંથી 10 નંબરના નિયમોમાં માફીની જોગવાઈ છે, પરંતુ જો સલમાન બિશ્નોઈ સમાજના નિયમ પ્રમાણે માફી માંગે તો તેને માફ કરી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ જ વાત કહી હતી કે, જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં આવીને માફી માંગે તો તેને માફ કરી શકાય છે.
1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ માટે સલમાન ખાન આખી ટીમ સાથે લગભગ એક મહિના સુધી જોધપુરમાં રહ્યો હતો. આ સમય દરમિયાન, 1 અને 2 ઓક્ટોબરની રાત્રે, સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને અન્ય લોકો જિપ્સીમાં જોધપુરની સરહદ નજીકના કાકણી ગામમાં પહોંચ્યા હતા. ત્યાં તેણે બે હરણનો શિકાર કર્યો. જો કે આ કેસમાં સલમાન ખાનને સજા પણ થઈ હતી. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં વિચારણા હેઠળ છે. સલમાન ખાન દ્વારા હરણના શિકારની ઘટના બાદથી બિશ્નોઈ સમુદાય નારાજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp