'ફ્રેન્ડ્સ'માં ચેન્ડલર બનીને લોકોને હસાવનાર મેથ્યૂ પેરીનું શવ બાથ ટબમાં મળ્યું

PC: twitter.com

અમેરિકન પોપ્યુલર સિટકોમ 'ફ્રેન્ડ્સ'ના એક્ટર મેથ્યૂ પેરીનું શનિવારે નિધન થઈ ગયું. તે 54 વર્ષનો હતો. 90 ના દશકમાં શૉ 'ફ્રેન્ડ્સ'માં ચેન્ડલર બિંગની ભૂમિકાથી મેથ્યૂ રાતોરાત સ્ટાર બની ગયો હતો. લોસ એન્જેલિસ ટાઇમ્સ અને TMZ ડોટ કોમના રિપોર્ટ મુજબ, મેથ્યૂ શનિવારે લોસ એન્જેલિસના પોતાના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યો. જો કે, ઘટનાસ્થળ પરથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. એમ માનવામાં આવી રહ્યું છે કે મેથ્યૂનું મોત ડૂબી જવાથી થયું છે. રિપોર્ટ મુજબ, પોલીસે મેથ્યૂ પેરીની હત્યામાં કોઈ પ્રકારના ષડયંત્રની આશંકા વ્યક્ત કરી નથી.

https://khabarchhe.com/uploads/mc_path/1698561810Matthew-Perry4.jpg

કોણ છે મેથ્યૂ પેરી?

મેથ્યૂ પેરીનો જન્મ 19 ઑગસ્ટ 1969ના રોજ અમેરિકાના મેસાચ્યૂસેટ્સના વિલિયમ્સ ટાઉનમાં થયો હતો. તે ખૂબ જ ઓછી ઉંમરમાં પોતાના સપના સાકાર કરવા માટે હોલિવુડ આવી ગયો હતો. મેથ્યૂએ પોતાના કરિયરના શરૂઆતમાં ખૂબ નાના ટીવી રોલ કર્યા. વર્ષ 1987 થી લઈને 1988 સુધી 'બોય્જ વિલ બી બોય્જ' શૉમાં ચેજ રસેલનો તેનો રોલ ખૂબ પોપ્યુલર થયો હતો. ત્યારબાદ 'ગ્રોઇંગ પેન્સ' અને 'સિડની' જેવા શૉમાં તેની નાની-નાની ભૂમિકાઓએ તેના કરિયર ગ્રાફમાં વધારવામાં મદદ કરી, પરંતુ વર્ષ 1994માં શરૂ થયેલો 'ફ્રેન્ડ્સ' શૉ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.

'ફ્રેન્ડ્સ' જેવા કોમેડી શૉમાં ચેન્ડલર બિંગનો રોલ દુનિયાભરમાં એટલો પસંદ કરવામાં આવ્યો કે, તેને આજ સુધી Satire Kingના નામથી ઓળખવામાં આવે છે. 'ફ્રેન્ડ્સ' સીરિઝ 22 સપ્ટેમ્બર 1994માં શરૂ થઈ હતી અને તેનો અંતિમ એપિસોડ મે 2004માં ટેલિકાસ્ટ થયો હતો. 236 એપિસોડસની આ સીરિઝ અમેરિકામાં લગભગ દર વર્ષે મોટો એવોર્ડ પોતાના નામે કરતી રહી. આ શૉમાં મેથ્યૂ સાથે જેનિફર એનિસ્ટર, કર્ટની કોફ્સ અને લીડા કુસ્ત્રો, મેટ લાબ્લાંક અને ડેવિડ જેવા મોટા એક્ટરોએ અભિનય કર્યો હતો.

વર્ષ 1994 થી 1998 વચ્ચેનો સમય એવો હતો જ્યારે મેથ્યૂ પોતાના કરિયરના પીક પર હતો, પરંતુ આ દરમિયાન ડ્રગ્સની લત તેના પર ભારે પડી ગઈ. આ દરમિયાન તેનું વજન તેજીથી ઘટવા લાગ્યું. વર્ષ 2021માં ફ્રેન્ડ્સના રીયૂનિયન દરમિયાન મેથ્યૂએ જણાવ્યું હતું કે આ શૉની શરૂઆતી કેટલીક સીઝન દરમિયાન તે ખરાબ રીતે ડ્રગ્સને આદી બની ગયો હતો. આ કારણે તેને ઘણી વખત રિહેબમાં પણ એડમિટ થવું પડ્યું હતું. તેણે કહ્યું કે, મને દારૂ અને ડ્રગ્સની ભયાનક લત છે. હું તેનાથી બહાર નીકળી શક્યો નથી.

ફ્રેન્ડ્સ સીરિઝ 6 મિત્રોની કહાની છે, જે ન્યૂયોર્કની એક બિલ્ડિંગમાં રહે છે. આ શૉના માધ્યમથી 6 મિત્રો વચ્ચેની કેમિસ્ટ્રી અને તેમની જિંદગીના ઉતાર-ચડાવોને કૉમેડીના માધ્યમથી રજૂ કરવામાં આવી છો. 90ના દશકમાં આ શૉના માધ્યમથી LGBTQ કમ્યુનિટીનું સમર્થન કરવાથી લઈને મહિલા સશક્તિકરણ, સિંગલ મધર કે છૂટાછેડાવાળી મહિલાની પરેશાનીઓ અને સરોગેસિ જેવા મુદ્દાને ઉઠાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp