નવરાત્રી અગાઉ PM મોદીએ લખેલું ગરબા ગીત રીલિઝ, કંગના બોલી- હૃદયસ્પર્શી

PC: freepressjournal.in

નવરાત્રી પર ખાસ કરીને ગુજરાતમાં ગરબાની શાનદાર રમઝટ જામતી હોય છે. દુર્ગા પંડાલોમાં ગરબા રમવાની પરંપરા છે, જેમાં મહિલાઓ અને પુરુષ ગોળ ઘેરો બનાવીને ગરબા રમે છે. હવે નવરાત્રી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગીતને મ્યૂઝિક વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિભાથી ઘણા લોકો પરિચિત હશે. તેમના દ્વારા લખવામાં આવેલા સોંગને સંગીતકાર તનિષ્ક બાગચીએ સંગીતબદ્ધ કર્યો છે અને ધ્વનિ ભાનુશાળીઓએ ગાયું છે.

બોલિવુડ કિંગ કંગના રણૌત આ મ્યૂઝિક વીડિયોથી ખૂબ પ્રભાવિત થઈ અને પોતાની પ્રતિક્રિયા આપી. ગીતનું નામ ‘ગરબો’ છે. ધ્વનિ ભાનુશાલી વીડિયોમાં પણ નજરે પડી રહી છે. તો X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘ડિયર નરેન્દ્ર મોદીજી.. તનિષ્ક બાગચી અને મને તમારા દ્વારા લખવામાં આવેલો ગરબો ખૂબ પસંદ આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે ફ્રેશ રિધમ, સંગીત અને લય સાથે આ સોંગને બનાવીએ. જસ્ટ મ્યૂઝિકે આ વીડિયોને બનાવવામાં અમારી મદદ કરી.’

ધ્વનિની ટ્વીટ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘વર્ષો અગાઉ લખેલા ગરબાની આ સુંદર પ્રસ્તુતિ માટે ધ્વનિ ભાનુશાળી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યૂઝીકની ટીમનો આભાર. મેં આ વર્ષો અગાઉ લખ્યો હતો. તેનાથી ઘણી યાદો પરત ફરી છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એક નવો ગરબો લખવામાં સફળ રહ્યો, જેને હું નવરાત્રિમાં શેર કરીશ. કંગના રણૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, કેટલો સુંદર છે, પછી અટલજીની કવિતાઓ હોય કે નરેન્દ્ર મોદીજીના ગીત અને કહાનીઓ કહેવાની વાત હોય.

આપણાં આ મહાન નાયકોને કળામાં ડૂબતા જોઈને ખુશી થાય છે. નવરાત્રી 2023 ગરબા. બધા કલાકારો માટે પ્રેરણાદાયક. ગરબો ગીતમાં આપણી સાંસ્કૃતિક અને નવરાત્રીની ભાવનાઓ જોઈ શકાય છે. આ સાથે આ ગીત તમારા સંગીતની શક્તિને પણ ઉજાગર કરશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp