ગોલ્ડન ગ્લોબ એવોર્ડની જાહેરાત, ક્રિસ્ટોફર નોલન બેસ્ટ ડિરેક્ટર, આ બની બેસ્ટ ફિલ્મ

PC: twitter.com

દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. 81મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ઓપેનહાઇમર અને બાર્બી ફિલ્મનો દબદબો જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મોને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 માટે બાર્બીને 10 તો ઓપનહાઇમરને 8 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.

સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટર જો કોય દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ઓપનહાઇમરને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે તેના આ ફિલ્મ માટે ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

વિનરની લિસ્ટ...

ઓપનહાઇમરઃ બેસ્ટ મોશન પિક્ચર

એનાટોમી ઓફ ધ ફોલ- બેસ્ટ નોન-ઈંગ્લિશ ફિલ્મ

ક્રિસ્ટોફર નોલાન- બેસ્ટ ડિરેક્ટર

એનાટોમી ઓફ ધ ફોલ- જસ્ટિન ટ્રાઇટ, આર્થર હરારી- બેસ્ટ સ્ક્રીનપ્લે

ધ વાઇન જોય રેડોલ્ફ- ધ હોલ્ડ ઓવર્સ- બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ

રોબર્ટ ડાઉની જુનિયર(ઓપનહાઇમર)- બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ

એલિઝાબેથ ડેબિકી(ધ ક્રાઉન)- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ(ટેલિવિઝન)

મૈથ્યૂ મેકફેડન(સક્સેશન)- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર(ટેલિવિઝન)

સિયન મર્ફી(ઓપનહાઇમર)- બેસ્ટ એક્ટર ઈન ડ્રામા

લિલિ ગ્લેડસ્ટોન(કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન)- બેસ્ટ ફિમેલ એક્ટર ઈન ડ્રામા

રિકી ગેરવાઇસ- સ્ટેન્ડઅપ કોમેડી બેસ્ટ પરફોર્મન્સ

ધ બોય એન્ડ ધ હેરોન- બેસ્ટ મોશન એનિમેશન ફિલ્મ

એમ્મા સ્ટોન(પુઅર થિંગ્સ)- બેસ્ટ એક્ટ્રેસ ઇન કોમેડી

પુઅર થિંગ્સ-બેસ્ટ મોશન પિક્ચર-મ્યૂઝિકલ/કોમેડી

બાર્બી- સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચિવમેન્ટ

સક્સેશન- બેસ્ટ ડ્રામા સીરિઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp