ભૂલથી રેકોર્ડ થઈ ગયું હતું ગોલમાલ અગેનનું આ સીન, રોહિત શેટ્ટીએ ફિલ્મમાં..
રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ એટલી મોટી હિટ રહી કે ત્યારથી લઈને અત્યાર સુધી તેના કુલ 4 ભાગ રીલિઝ કરાઇ ચૂક્યા છે. હવે દર્શકોને ઇંતજાર છે કે ક્યારે રોહિત શેટ્ટી પોતાની આ સુપરહિટ ફિલ્મનો આગામી પાર્ટ અનાઉન્સ કરશે. રોહિત શેટ્ટી પોતાની ફિલ્મોમાં ફન અને એક્શન ભરી ભરીને નાખે છે અને શૂટિંગ દરમિયાન ઘણી એવી વસ્તુ પણ હોય છે, જેમને પછી વિચારી વિચારીને મેકર્સ અને એક્ટર્સ ખૂબ હસે છે. એવો જ એક કિસ્સો છે ફિલ્મ ગોલમાલ અગેનની શૂટિંગનો. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક એવી ભૂલ થઈ હતી, જેની બાબતે ખબર રહેતા પણ રોહિત શેટ્ટીએ તેને ફિલ્મમાં રાખવું પડ્યું. શું હતો એ કિસ્સો અને શું રોહિતને તે ભૂલ કેમ ફિલ્મમાં નાખવી પડી? ચાલો જાણીએ.
ગોલમાલ અગેન એક હોરર કોમેડી ફિલ્મ હતી, જેમાં અજય દેવગન લીડ રોલમાં હતો અને તબ્બુ, અરશદ વારસી, પરીણિતી ચોપડા, તુષાર કપૂર, શ્રેયસ તલપડેએ અન્યએ મહત્ત્વના રોલ નિભાવ્યા હતા. લગભગ 80 કરોડ રૂપિયાના ખર્ચમાં બનેલી આ ફિલ્મમાં એક સીન હતું, જેમાં જોની લીવર દામિનીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેની પાછળ ગોપાલ, માધવ, લકી અને લક્ષ્મણ ભયભીત ઊભા છે. આ સીનમાં ઓછા લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું હશે કે જોની લીવરની એક્ટિંગ જોઈને અરશદ વારસી હસી પડ્યો હતો.
સીનમાં અરશદ વારસી કોઈક પ્રકારે પોતાની સ્માઈક કંટ્રોલ કરે છે અને પછી બીજી તરફ જોઈને હસવા લાગે છે. ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ રેડિયો સિટી સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘જો તમે એ સીનને ધ્યાનથી જોશો તો અરશદ હસી રહ્યો છે અને પછી તે પોતાનું મોઢું બીજી તરફ કરી લે છે. માત્ર 80 કરોડના ખર્ચમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ કરતા વધુનો બિઝનેસ કર્યો હતો, પરંતુ સવાલ એ છે કે શું કારણ હતું જેના કારણે ફિલ્મની ફાઇનલ એડિટિંગ બાદ રીલિઝ કરતી વખત ફિલ્મમાં રોહિત શેટ્ટીને આ શૉટ રાખવું પડ્યું.
કેમ રોહિત શેટ્ટીને ફિલ્મમાં રાખવું પડ્યું એ સીન?
આ સવાલનો જવાબ પણ રોહિત શેટ્ટીએ ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો. રોહિતે જણાવ્યું કે, મારી પાસે ટેક જ નહોતો રાખવા માટે કેમ કે એ સમયે મારું ધ્યાન ત્યાં ન ગયું. હું એક ડિરેક્ટર તરીકે તમને બતાવી રહ્યો છું. તમે એ સીન જોજો. અરશદથી સ્માઇલ કંટ્રોલ થઈ રહી નહોતી અને તે પાછળ જોઈને હસી રહ્યો છે. એ સીન પ્રોપર રેકોર્ડ થઈ ગયું હતું અને ફિલ્મમાં એ જ શૉટ છે. રોહિત શેટ્ટીએ જ્યારે આ કિસ્સો સંભળાવ્યો તો FM સ્ટુડિયોમાં પણ લોકો પોતાનું હસવું ન રોકી શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp