હક કરતા વધારે સન્માન મળ્યું, રસ્તા પર એક્ટિંગ કરીશ, કામ નહીં માગું: નવાઝુદ્દીન

PC: india.com

નવાઝુદ્દીન સિદ્દીકીની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી શક્તિશાળી કલાકારોમાં થાય છે. પરંતુ આ પ્રતિભાને પડદા પર ચમકાવવા માટે ઘણો સમય અને સખત સંઘર્ષ કરવો પડ્યો. 'શૂલ' અને 'સરફરોશ' જેવી ઘણી ફિલ્મોમાં નાના રોલ કરી ચૂકેલા નવાઝુદ્દીનને 2012માં 'કહાની' અને 'ગેંગ્સ ઑફ વાસેપુર' જેવી ફિલ્મો દ્વારા લોકોએ શોધી કાઢ્યો હતો.

એક નવા ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય એક્ટિંગ વગેરે કરી શકશે. નવાઝે આ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, જ્યારે તે સફળ નહોતો થયો ત્યારે તેને હકલાવાની સમસ્યા પણ હતી, જે સફળતા સાથે દૂર થઈ ગઈ હતી. પરંતુ હજુ પણ ક્યારેક આ સમસ્યા જયારે ગુસ્સામાં હોય ત્યારે પાછી આવે છે.

અનફિલ્ટર્ડ વિથ સમદીશ યુટ્યુબ ચેનલ સાથે વાત કરતી વખતે નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના જીવનના ઘણા પાસાઓ પર ખુલીને વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને ઈન્ડસ્ટ્રીમાં એટલું સન્માન મળે છે જેટલું જોઈએ? તો નવાઝે તરત જ કહ્યું કે, 'મને મારા હક કરતાં વધુ મળ્યું છે.'

પોતાના મુદ્દાને આગળ વધારતા નવાઝે કહ્યું, 'હું પશ્ચિમ UPમાં જ્યાંથી છું ત્યાં આ બધું બિલકુલ શક્ય નહોતું..., મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય આવી વસ્તુઓ કરી શકીશ, કારણ કે હું થોડો આળસુ છું. હા, ટ્યુબ લાઈટ હતો. તે ઘણો હકાલતો હતો ગયો અને વસ્તુઓ મોડેથી સમજતો હતો. નવાઝુદ્દીને જણાવ્યું કે, 2005-06ની આસપાસ તેની હકલાવાની સમસ્યા દૂર થઈ ગઈ હતી, પરંતુ હવે પણ જ્યારે પણ તેને ખૂબ ગુસ્સો આવે છે, ત્યારે તે હકલાવા લાગે છે.

તેની સમસ્યા કેવી રીતે દૂર થઈ અને તેનું કારણ શું હતું તે સમજાવતા નવાઝે કહ્યું, 'મેં જે કંઈ પણ થોડું ઘણું હાંસલ કર્યું તે તેના કારણે ગઈ હતી, હવે હું ઠીક છું. કદાચ પહેલા તે અસુરક્ષાને કારણે હતું, તે પછી તે ચાલી ગઈ, કદાચ મને કેટલીક વસ્તુઓ મળી હતી.'

નવાઝુદ્દીને એ પણ જણાવ્યું કે, તેને ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોનો ઘણો પ્રેમ મળ્યો, જેમ કે 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના ડિરેક્ટર અનુરાગ કશ્યપ. પરંતુ તેઓ ગળે મળવામાં કે તેને અન્ય રીતે વ્યક્ત કરવામાં માનતા નથી અને તેથી જ તેઓ ક્યારેય સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી.

નવાઝે કહ્યું કે, તેને એક્ટિંગ પસંદ છે પરંતુ તે કોઈની પાસે કામ માંગવા જઈ શકતો નથી. તેણે કહ્યું, 'મારી પાસે કાલે જો કોઈ કામ નહિ હોય, તો મારામાં એવી તાકાત નથી કે, હું કોઈની પાસે જઈને કામ માંગી શકું. શું હું આવીને તમને કહું કે, મને કામ આપો? હું માંગી શકતો નથી.'

તેમણે વધુમાં કહ્યું કે, કામ માંગવામાં હીનતા અનુભવવા જેવું લાગે છે, એવું કઈ નથી. પરંતુ તેઓ આ કરી જ શકતા નથી. નવાઝુદ્દીને કહ્યું, 'હું કામ માંગવા નહીં જઈશ. હું મારું ઘર અને મારી બધી વસ્તુઓ વેચીને ફિલ્મ બનાવીશ. હું બુટ ચંપલ વેચીને ફિલ્મો બનાવીશ. ફિલ્મ બનાવવા માટે મારી પાસે જે કંઈ હશે તેનું હું બલિદાન આપીશ. અભિનય કરવો મહત્વનો છે, તે ફિલ્મોમાં કરવો જરૂરી નથી. હું રસ્તામાં કરીશ, ટ્રેનમાં કરીશ, બસમાં કરીશ.'

નવાઝુદ્દીન છેલ્લે સંક્રાંતિ પર રીલિઝ થયેલી તેલુગુ ફિલ્મ 'સૈંધવ'માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે અરબાઝ ખાન અને રેજિના કસાન્ડ્રા સાથે ફિલ્મ 'સેક્શન 108'માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp