કિંજલ દવે '4-4 બંગડીવાળી ગાડી' ગીત નહીં ગાઈ શકે,HCએ લગાવી રોક, જાણો શું છે વિવાદ

PC: indianexpress.com

ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા કિજલ દવે 'ચાર-ચાર બંગડી વાળી ગાડી' ગીતને હવે પબ્લિક વચ્ચે નહીં ગાઈ શકે. ગુજરાત હાઇ કોર્ટે કિંજલ દવેના ગીત ગાવા પર રોક લગાવી દીધી છે. કિજલ દવેની ગયા વર્ષે સગાઈ તૂ્ટ્યા બાદ આ મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની શ્રેયા ઘોષાલ કહેવાતી કિજલ દવને આ ગીતથી લાઇલમાઇટ મળી હતી. કિંજલ દવે દ્વારા ગવાયેલા ગીતને યુટ્યુબ પર કરોડો લાઇક મળી ચૂકી છે.

આ ગીત સોશિયલ મીડિયા પર એ હદ સુધી છવાઈ ગયું હતું કે લોકો પોતાના લગ્ન અને બીજા પ્રસંગોમાં વગાડવવા લાગ્યા હતા. પાર્ટીઓમાં પણ આ ગીત પર DJનું ચલણ શરૂ થઈ ગયું હતું. ગુજરાત હાઇકોર્ટે કોપીરાઇટના વિવાદ બાદ ગીત ગાવા પર રોક લગાવી છે. ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી' પર રોક લગાવી દીધી છે. તે કોર્ટના આદેશ બાદ આ ગીતને નહીં ગાઈ શકે.

ગુજરાત હાઇકોર્ટ અગાઉ એક કોર્ટે ગત આદેશનું ઉલ્લંઘન કરવા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે તેને એક મ્યૂઝિક કંપની દ્વારા શરૂ કરેલા કૉપીરાઇટ વિવાદ વચ્ચે તેના હિટ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી'ના પરફોર્મ કરવા પર રોક લગાવી દીધી હતી. ચાર ચાર બંગડીવાળી ગાડીનું પરફોર્મ કરતા રોકી દેવામાં આવી હતી. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કાયદાકીય લડાઈ વર્ષ 2019માં શરૂ થઈ હતી.

રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કૉપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. રેડ રિબને આરોપ લગાવ્યો હતો કે કાર્તિક પટેલે સૌથી પહેલા ઑસ્ટ્રેલિયાથી ગીત પોતાની યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કિંગ્સ પર અપલોડ કર્યું હતું. કિંજલ દવેએ કહ્યું કે, આ ગીત RDC મીડિયાની રીલિઝ અગાઉ મનુભાઈ રબારીએ લખ્યું હતું અને મયુર મેહતા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું.

ઑક્ટોબર 2022માં અમદાવાદની સિટી સિવિલ કોર્ટે કિંજલ દવેને વિવાદાસ્પદ ગીત ગાતા રોકી દીધી હતી. આ આદેશને 2 મૂયુઝિક કંપનીઓ RDC મીડિયા અને સ્ટૂડિયો સરસ્વતી પર પણ લાગૂ કરવામાં આવ્યો હતો. તેમાં તેમને કેસેટ અને CDમાં વિવાદિત ગીત વેચવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. કોર્ટની રોકના આદેશ છતા રેડ રિબને કિંજલ દવે પર કથિત લગભગ 20-25 વખત સાર્વજનિક રૂપે ગાવાનું ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારબાદ કોર્ટે દંડ ફટકાર્યો હતો. ત્યારે કિંજલ દવેએ તર્ક આપ્યો હતો કે ઇન્ટરનેશનલ ટૂર કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આદેશ વ્યક્તિગત રૂપે તેની વિરુદ્ધ હતો અને દુનિયાભરમાં માન્ય હતો. ત્યારબાદ સિવિલ કોર્ટે કિંજલ દવેને ગીત ગાવાની મંજૂરી આપી દીધી હતી. તેની વિરુદ્ધ રેડ રિબને હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp