જોતા પહેલા વાંચી લો 'ગુલ્લક 4' વેબ સીરિઝનો રિવ્યૂ

PC: indiatoday.in

છેલ્લા ઘણા દિવસોથી ગુલ્લક 4ની રીલિઝને લઈને લોકોના મનમાં ઘણો ક્રેઝ હતો. હવે તેની ચોથી સીઝન રીલિઝ થઈ ચૂકી છે અને સોની લીવ પર તેને જોઈ પણ શકાય છે. આમ જ્યારે ‘પંચાયત’ની ત્રીજી સીઝન આવી હતી, તો ઘણા લોકો ઉદાસ પણ નજરે પડ્યા, કેમ કે તેને મંગળવારે રીલિઝ કરવામાં આવી હતી અને ઘણા લોકો તેને કામની વ્યસ્તતાના કારણે જોઈ શકતા નહોતા કેમ કે વિકેન્ડ અગાઉ તેને રીલિઝ કરવામાં આવી હતી.

તો ‘ગુલ્લક’ની ચોથી સીઝન ખૂબ જ સારા સમયે રીલિઝ કરવામાં આવી છે, જેથી લોકો ખૂબ ખુશ પણ છે કે આ વિકેન્ડમાં આ સીઝનને નિપટાવી દેશે. આમ આ ચોથી સીઝનને જોવા માટે બધા ઘણા એક્સાઈટેડ છે. ગુલ્લકની ચોથી સીઝન લોકોની આશાઓ પર ખરી ઉતરી રહી છે. ગુલ્લક સીરિઝ એક મિડલ ક્લાસ ફેમિલીની પ્યોર કહાની છે, જેના કોઈક ને કોઈક એપિસોડમાં તમે પોતાને જરૂર જોડી શકશો. ચાલો તો જાણીએ ગુલ્લકની આ સીઝન બાબતે.

મિશ્રા પરિવારની કહાનીમાં નવું તો તમને જોવા મળશે જ, પરંતુ મિશ્રા પરિવારના 4 સભ્ય તમને પહેલાંની જેમ જ નજરે પડશે. જ્યારે તમે ચોથી સીઝન જોવાની શરૂ કરશો તો તમને એવું લાગશે કે તમે ત્રીજી સીઝનને અત્યારે અત્યારે જ ખતમ કરી છે અને ચોથી સીઝન જોવાની શરૂ કરી છે. કહેવાનો અર્થ છે કે, આ સીરિઝની બધી સીઝનને એ પ્રકારે રજૂ કરવામાં આવી છે કે કહાનીમાં કોઈ બ્રેક આવતો નથી. ખેર ચોથી સીઝનમાં સંતોષ મિશ્રા (જમીલ ખાન) અને તેની પત્ની શાંતિ મિશ્રા (ગીતાંજલિ કુલકર્ણી)ના પુત્રોને મોટા થતા દેખાડવામાં આવ્યા છે.

મિશ્રાજીનો મોટો પુત્ર આનંદ મિશ્રા ઉર્ફ અનુ (વૈભવ રાજ ગુપ્તા)ની નોકરી લાગી ગઈ છે અને તે હવે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (MR) બની ચૂક્યો છે. તો તેની નાનો દીકરો અમન મિશ્રા (હર્ષ માયર) સાહિત્યના પોતાની રુચિ દેખાડી રહ્યો છે. તો મિશ્રા પરિવાર પર એક મોટું સંકટ આવી ગયું છે. મ્યૂનિસિપાલ કોર્પોરેશનવાળાઓએ તેમને એક નોટિસ પાઠવી છે, જે કારણ બતાવો નોટિસ છે.

હવે તમે કહેશો કે આ કેવી નોટિસ? તો તમને બતાવી દઈએ કે, મ્યૂનિસિપાલ કોર્પોરેશનવાળાઓનું કહેવું છે કે મિશ્રા પરિવાર જે ઘરમાં રહે છે, તે તેમના મેપના આધારે બન્યું નથી. હવે મિશ્રા પરિવાર એ વાતથી ખૂબ ચિંતિત છે. ત્યારબાદ શું થાય છે એ જોવા સીરિઝ જોવી પડશે, પરંતુ ચોથી સીઝનમાં મસ્તી, ઇમોશન અને ડ્રામાને એક સાથે ખૂબ સારી રીતે વણી લેવામાં આવ્યા છે. આશા છે કે વિકેન્ડમા ગુલ્લક 4ની કહાની તમને પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp