ભીડેએ જણાવ્યું 6 દિવસથી ગુમ સોઢીને છેલ્લે તેઓ ક્યારે મળેલા

PC: twitter.com

6 દિવસથી ગુમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ પણ કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ ચારેબાજુ ગુરુચરણને શોધી રહી છે. દિલ્હીથી મુંબઈ માટે નિકળ્યા બાદ તેઓ અધ વચ્ચે જ ગુમ થઈ ગયા હતા. તેમના ગુમ થવા પર તારક મહેતા સિરિયલમાં સેક્રેટરીનો રોલ નિભાવતા આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચાંદવડકરે કહ્યું હતું કે, આ મારા માટે ખૂબ આશ્ચર્યની વાત છે, તે ઘણી વાર દિલ્હીથી મુંબઈ ટ્રાવેલ કરતો હતો. અમે લોકો છેલ્લે દિલીપ જોશીની દીકરીના લગ્નમાં ડિસેમ્બર મહિનામાં મળ્યા હતા. અમે સારો સમય સાથે વિતાવ્યો હતો, પણ ત્યાર બાદ પછી વાત નથી થઈ. બસ આશા રાખીએ અને પ્રાર્થના કરીએ તે સહી સલામત હોય.

લોકપ્રિય TV સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે, અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. IPCની કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે. પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે, SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરન સહીસલામત હશે અને તે ખુશ હશે. હાલના સમયે તે જ્યાં પણ છે, બસ ભગવાન તેની રક્ષા કરે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ગુરચરણ સિંહ 50 વર્ષના છે. છેલ્લા 5 દિવસથી ગુમ. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેમની દિલ્હી એરપોર્ટથી સવારે 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ પહોંચ્યો ન હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Gurucharan Singh official (@sodhi_gcs)

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના હાથમાં હવે એક CCTV ફૂટેજ છે, જેમાં ગુરચરણ સિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસે ફોનના વ્યવહારો બહાર કાઢ્યા ત્યારે તેમને ઘણી વિચિત્ર વસ્તુઓ મળી.

અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. પિતાએ કહ્યું કે, હવે તે ઠીક છે અને ઘરે છે. આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુરચરણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં ગુરચરનના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો. શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું હતું.

ગુરચરણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પિતા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. ખરેખર, તે અભિનેતાના પિતાનો જન્મદિવસ હતો, તેઓ ખૂબ જ ખુશ હતા. આવી સ્થિતિમાં ગુરચરણે એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ જોઈને ચાહકો પણ ખુશ થયા હતા. ગુરચરણની આ છેલ્લી પોસ્ટ હતી, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યાર પછીથી ગુરચરણનો કોઈ પત્તો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp