હાર્દિક પંડ્યાનો નતાસા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ વધુ Photos

PC: instagram.com/natasastankovic__/

હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર નતાસા સાથે વેકેશનનો એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો છે.

Image result for natasa stankovic pool

હાલમાં હાર્દિક પંડ્યા પોતાની ઇજાને કારણે ભારતીય ટીમથી બહાર છે, એટલે તે પોતાની મંગેતર સાથે રજાઓ માણી રહ્યો છે

 
 
 
View this post on Instagram

🔥❤️ #throwback😍 @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ નતાસા સાથે સગાઈ કરી લેનારો ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજકાલ નતાસાના માતાપિતા સાથે સમય વિતાવી રહ્યો છે.

Image result for natasa stankovic pool

નતાસાની ફેમિલી હાલમાં મુંબઈમાં છે અને ગઇકાલે રાત્રે હાર્દિક પંડ્યાના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નતાસાના માતાપિતા જોવા મળ્યા હતા.

ऐक्टर अली गोनी से जुड़ चुका है नाम

નતાસા અને હાર્દિક પંડ્યાના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ....

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ નતાસા સ્ટૈનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિક પંડ્યા રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરીને નતાસાને વીટી પહેરાવી હતી, જેના ફોટો અને વીડિયોએ બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા.

 
 
 
View this post on Instagram

Forever yes 🥰💍❤️ @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on 

ભલે ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સ સાથે હંમેશાં કનેક્ટેડ રહે છે. આ વર્ષની શરૂઆત હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ નતાસા સ્ટૈનકોવિકની સાથે કરી અને આ વાત તેણે ખૂબ જ રસપ્રદ અંદાજમાં પોતાના ફેન્સ સાથે શેર કરી. હાર્દિકે નતાસા સ્ટૈનકોવિકની સાથે પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું, વર્ષની શરૂઆત પોતાના ફાયરવર્ક (પટાખા)ની સાથે કરી રહ્યો છું.

હાર્દિકના આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ કપલ હંમેશાં સાથે રહે તેવી કામના કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાસા એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને બંને લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે. હાર્દિક અને સ્ટૈનકોવિક સીરિયસ રિલેશનશિપમાં છે અને જુનિયર પંડ્યા તેની પોતાના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી ચુક્યો છે.

Image result for hardik pandya natasha stockwich

ઓગસ્ટમાં મિત્રો સાથે યોજાયેલી એક પાર્ટીમાં હાર્દિકે નતાસાની મુલાકાત પોતાના ભાઈ કૃણાલ અને ભાભી પંખુડી સાથે પોતાની ગર્લફ્રેન્ડ તરીકે કરાવી હતી. જણાવી દઈએ કે, નતાસા મૂળ સર્બિયાની વતની છે અને તે નચ બલિયેમાં ભાગ લઈ ચુકી છે. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનું ટાઈટલ જીત્યા બાદ તેણે રમતજગતના ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp