જાણો હાર્દિકને ગળે મળનારી આ છોકરી કોણ છે, નતાશાએ લખ્યું- દરેક વસ્તુને પ્રેમ કરો
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે છેલ્લા ઘણા સમયથી કેટલાક મતભેદ ચાલી રહ્યા છે. બંને લગભગ 6 મહિનાથી સાથે નથી. સતત બંનેના છૂટાછેડાની અફવાઓના સમાચારોનો બજાર ગરમ છે. બંને વચ્ચે આ વિખવાદ કેમ થઈ રહ્યો છે? એ જાણવા માટે ફેન્સ પર ઉત્સુક છે, પરંતુ બંનેએ આ બાબતે મૌન સાધી રાખ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને સમાચાર છે કે તેમની જિંદગીમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે ફરી નતાશા સાથે તેના છૂટાછેડાના સમાચારો પર ભાર આપી દીધો છે.
મિસ્ટ્રી ગર્લ સાથે હસતા હાર્દિક પંડ્યાએ પોઝ આપ્યા, તો નતાશા સ્ટેનકોવિક પોતાને ન રોકી શકી. મિસ્ટ્રી ગર્લ સાથે હાર્દિક પંડ્યાની તસવીર સામે આવ્યા બાદ નતાશાએ એવી રીતે રીએક્ટ કર્યું. ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશા કાર ડ્રાઇવિંગ શીખવા કે જિમમાં પોતાને વ્યસ્ત રાખે છે. નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને ઇન્સ્ટા સ્ટોરીઝ પર તે ઝલક શેર કરે છે. મિસ્ટ્રી ગર્લ સાથે હસતા હાર્દિક પંડ્યાએ પોઝ આપ્યા. તો નતાશાએ કંઈક એવું શેર કર્યું, જેને જોયા બાદ ફેન્સ એ અનુમાન લગાવી રહ્યા છે કે નતાશાનું દિલ પૂરી રીતે તૂટી ગયું છે.
હાર્દિક પંડ્યા સાથે મિસ્ટ્રી ગર્લની તસવીરો સામે આવ્યા બાદ નતાશાનો ક્રિપ્ટિક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નતાશા સ્ટેનકોવિક હવામાં ગિટાર વગાડતી નજરે પડી રહી છે. સાથે જ તે પોતાના જિમમાં આઈના સામે ગીત ગાઈ રહી છે. તેણે વીડિયો શેર કરતા લખ્યું કે, ‘દરેક વસ્તુને પ્રેમ કરો, પરંતુ ભગવાનને ન ગુમાવો. તો બીજા વીડિયોમાં તે એન્ડી ગ્રામરના ડોન્ટ ગિવઅપ ઑન મી’ ગીત ગાતી નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાની હાલમાં જ મિસ્ટ્રી ગર્લ સાથે સોશિયલ મીડિયામાં તસવીરો સામે આવી છે.
હાર્દિક પંડ્યા સાથે નજરે પાડનાર મિસ્ટ્રી ગર્લનું નામ પ્રાચી સોલંકી છે. પ્રાચી સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર છે અને મેકઅપ આર્ટિસ્ટ છે. પ્રાચીએ પણ તસવીરો શેર કરતા લખ્યું ‘ફેન ગર્લ મોમેન્ટ.’ જો કે, આ કેપ્શનથી કેટલાક લોકોનું કહેવું છે કે એ માત્ર એક ફેન છે. તો કેટલાક તેને લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. પ્રાચીએ માત્ર હાર્દિક સાથે જ નહીં, તેની ભાભી પંખુડી અને ભાઈ કૃણાલ પંડયા સાથેની તસવીર પણ શેર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp