શું હાર્દિક અને નતાશા થઈ ગયા અલગ? ઇન્સ્ટા પરના પુરાવા કહી રહ્યા છે અલગ જ કહાની

PC: ntvtelugu.com

હાર્દિક પંડ્યા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કોઈ ખરાબ સપના સમાન રહી. ન માત્ર તેની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ છેલ્લા નંબર પર રહી, પરંતુ હાર્દિક પંડ્યાને પણ ફેન્સની હૂટિંગનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન એવી અફવાઓ ઊડી રહી છે કે હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ચૂક્યો છે. જો કે, બંનેના ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી વસ્તુ છે જે કંઈક અલગ જ કહાની રજૂ કરી રહી છે.

બંને અલગ ન થયા હોવાના સૌથી મોટા પુરાવા એ છે કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા અત્યારે પણ એક બીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પોસ્ટ પર કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી પણ કમેન્ટ કરી રહ્યા છે. એ સિવાય નતાશા અને હાર્દિક પંડ્યામાંથી કોઈએ પણ પોતાના લગ્નની તસવીરી ડીલિટ કરી નથી. આ તસવીરો અત્યારે પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઉપસ્થિત છે.

તો 9 એપ્રિલે હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘરે થયેલા કિર્તનનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પરિવારના બધા લોકો સાથે સાથે નતાશા સ્ટેનકોવિક પણ ઝૂમતી નજરે પડી હતી. માત્ર એટલું જ નહીં નતાશાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનથી તેણે ઈશારો આપી દીધો હતો કે, તેની જિંદગીમાં અત્યારે પણ હાર્દિક પંડ્યાનું ખૂબ મહત્ત્વ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, તેના પ્રેમમાં કારણે જીવી રહી છું, તેની ગ્લોરીથી ઘેરાયેલી છું.’ આ તસવીરોમાં નતાશા ચાંદલો લગાવીને નજરે પડી રહી છે.

નતાશા અને હાર્દિકના અલગ થવાના સમાચારોના પાછળ સૌથી મોટું કારણ હતું IPLમાં નતાશાની ગેરહાજરી. આ સીઝનમાં નતાશા મુંબઈ ઇન્ડિયન્સની કોઈ મેચમાં નજરે ન પડી. ન તો તે સ્ટેડિયમ આવી અને ન તો તેણે હાર્દિક સાથે જોડયેલી કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરી. કેટલાક ફેન્સનું માનવું છે કે તેની પાછળ હાર્દિક પંડ્યાની થઈ રહેલી ટ્રોલિંગ મોટું કારણ હોય શકે છે. હાર્દિક ઈચ્છતો નહીં હોય કે તેના કારણે ટ્રોલિંગ કે હૂટિંગનો સામનો કરવો પડે. દેશના ક્રિકેટર્સને ઘણી વખત એવી વસ્તુનો સામનો કરવો પડ્યો છે, જ્યાં તેના પ્રદર્શન કારણે તેના પરિવારની ટ્રોલિંગ થઈ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp