'હેરા ફેરી'નો અધ્યાય પૂરો, પ્રિયદર્શને ફિલ્મ છોડવાનું કારણ કહ્યું- અક્ષય સાથે...

PC: ottplay.com

બોલિવૂડ કોમેડીના સોનેરી દિવસો પાછા લાવવાનો શ્રેય પ્રિયદર્શનને જાય છે. બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને કુંદન શાહ દ્વારા જે ફિલ્મો બનાવવામાં આવી હતી અને બોલિવૂડ કોમેડીના સુવર્ણ યુગનો પાયો નાખ્યો હતો, પ્રિયદર્શને તેને નવા યુગમાં સંપૂર્ણ પ્રામાણિકતા સાથે નવા સ્વાદમાં રજૂ કર્યો હતો. આજે પણ જ્યારે તેની ફિલ્મો TV પર આવે છે ત્યારે લોકો પેટ પકડી પકડીને હસતા હોય છે. તેમની ફિલ્મ હેરા ફેરી કોણ ભૂલી શકે? આ ફિલ્મના દરેક પાત્ર અને દરેક સીનને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે, પ્રિયદર્શન ફિલ્મનો બીજો ભાગ નથી બનાવી રહ્યો. હવે પ્રિયદર્શને પોતે જ કહ્યું છે કે તેણે આવું કેમ કર્યું.

પીઢ ફિલ્મ નિર્દેશક પ્રયાદર્શન તેમની સુપરહિટ ફિલ્મો 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી'ની સિક્વલ 'હેરા ફેરી 3' નહીં બનાવે. એક તરફ, હેરા ફેરી 3 સાથે જોડાયેલા સમાચાર આવ્યા પછી ચાહકો રાજુ, શ્યામ અને બાબુરાવને ફરીથી એકસાથે જોવા માટે ઉત્સાહિત છે, જ્યારે બીજી તરફ પ્રિયદર્શને કહ્યું છે કે 'હેરા ફેરી'નો ચેપ્ટર હવે તેના માટે બંધ થઈ ગયો છે. તેના બદલે હવે તે હોરર થ્રિલર પ્રોજેક્ટ પર કામ કરશે. પ્રિયદર્શને જણાવ્યું કે 'હેરા ફેરી'નો ચેપ્ટર હવે તેના માટે કેમ બંધ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, પીઢ ફિલ્મ દિગ્દર્શકે કહ્યું, 'હું પહેલેથી જ પરિચિત હોય તેવી વસ્તુઓ સાથે ખૂબ વ્યસ્ત થઈ શકતો નથી, તે મારી સર્જનાત્મકતાને દબાવી દે છે. આ જ કારણ હતું કે મેં હેરાફેરીની ઑફર નકારી કાઢી હતી. મારા માટે, મારી ફિલ્મ 'હેરા ફેરી'નો સમય પૂરો થઈ ગયો છે. તે પ્રકરણ મારા માટે બંધ થઈ ગયું છે. અક્ષય અને મેં ઘણી કોમેડી ફિલ્મોને બનાવી દીધી છે. સાથે પણ અને અલગથી પણ.'

પ્રિયદર્શને કહ્યું કે, હવે અમે નવા ક્ષેત્રમાં આગળ વધવા માંગીએ છીએ. એટલા માટે અમે સ્ક્રિપ્ટને ફાઇનલ કરી રહ્યા છીએ. અક્ષય કુમાર સાથેની આ હોરર થ્રિલર વિશે વાત કરતાં પ્રિયદર્શને કહ્યું, 'જો કે કોન્સેપ્ટ અદ્ભુત છે, તેમ છતાં મને લાગ્યું કે, તેને કેટલાક પાસાઓમાં સુધારવાની જરૂર છે. આ ફિલ્મને એક અલૌકિક થ્રિલર કહેવું વધુ સારું રહેશે, જ્યાં દર્શકો ફિલ્મના અંત સુધી અનુમાન લગાવતા રહેશે કે, ભૂત હોય છે કે નહીં. આ અક્ષય કુમાર અને મારા માટે પણ તદ્દન નવા પ્રકારનો અનુભવ હશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, 'હેરા ફેરી' પ્રિયદર્શનનો સૌથી આઇકોનિક અને સફળ બોલિવૂડ પ્રોજેક્ટ છે. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક કોમેડી ડ્રામા છે, જેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1989ની મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ'નું હિન્દી રૂપાંતરણ હતું. આ ફિલ્મ વર્ષ 1971માં આવેલા ટીવી શો 'સી ધ મેન રન'થી પણ પ્રભાવિત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp