હાઈવે મેન ઓફ ઈન્ડિયાઃ PM મોદી પછી હવે નીતિન ગડકરી પર બાયોપિક બનશે
ફિલ્મોમાં બાયોપિકનો ટ્રેન્ડ ખુબ ચાલી રહ્યો છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી જાણીતી હસ્તીઓ પર ફિલ્મો બની રહી છે. શુક્રવારે પણ એક નવી બાયોપિકની જાહેરાત કરવામાં આવી હતી અને તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાનું કારણ એ છે કે, આ બાયોપિક દેશના સૌથી લોકપ્રિય નેતામાંથી એકના જીવન પર આધારિત છે.
ભારતના PM નરેન્દ્ર મોદી પછી હવે તેમની સરકારના સૌથી લોકપ્રિય મંત્રીઓમાંના એક નીતિન ગડકરીની બાયોપિક બનવા જઈ રહી છે. દેશભરમાં હાઈવે અને એક્સપ્રેસ વેનું નેટવર્ક વિસ્તરણ કરવા બદલ તેમની ખૂબ પ્રશંસા થાય છે. પરંતુ હવે તેના અંગત જીવન અને શરૂઆતના દિવસોની કહાની ટૂંક સમયમાં મોટા પડદા પર આવવાની છે. આ ફિલ્મનું ટાઈટલ 'હાઈવે મેન ઓફ ઈન્ડિયા' રાખવામાં આવ્યું છે.
ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિ પીઠ પાછળ હાથ બાંધીને હાઈવેની તરફ મોઢું કરીને ઊભો છે. પોસ્ટરમાં ઉભેલા અભિનેતાની મુદ્રા અને ગેટઅપ ગડકરીની યાદ અપાવે છે. આ પોસ્ટરમાં અભિનેતાનો ચહેરો દેખાતો નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે મરાઠી અભિનેતા રાહુલ ચોપરા ફિલ્મમાં નીતિન ગડકરીની ભૂમિકા ભજવી રહ્યા છે. રાહુલની સાથે ઐશ્વર્યા ડોર્લી અને તૃપ્તિ પ્રમિલા કાલકર પણ 'હાઈવે મેન ઓફ ઈન્ડિયા'માં ફિલ્મની કાસ્ટનો ભાગ છે.
'હાઈવે મેન ઓફ ઈન્ડિયા'માં નીતિન ગડકરીના જીવનનો રાજકીય સફર અને તેમની યુવાનીનો સમય બતાવવામાં આવશે. આ બાયોપિક અક્ષય દેશમુખ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે અને અભિજીત મજમુદાર તેને રજૂ કરી રહ્યા છે. 'હાઈવે મેન ઓફ ઈન્ડિયા'નું નિર્દેશન અનુરાગ રાજન ભુસારી કરશે જેઓ ફિલ્મના નિર્દેશક પણ છે. મરાઠીમાં બની રહેલી આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
2019માં, PM નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી. 'PM નરેન્દ્ર મોદી' નામની આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે PMની ભૂમિકા ભજવી હતી. નીતિન ગડકરીની ગણતરી PM મોદી સરકારના એવા મંત્રીઓમાં થાય છે, જેમના કામના ખૂબ વખાણ થાય છે. તેમના જીવન પર આધારિત આ ફિલ્મ શું અજાયબી કરે છે, તે તો હવે સિનેમાઘરોમાં જઈએ તો જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp