Indian Idol-11માં અનુ મલિકના સ્થાને જજ તરીકે જોવા મળશે આ ગુજરાતી સંગીતકાર

PC: akm-img-a-in.tosshub.com

સિંગર અને મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા 'ઇન્ડિયન આઇડોલ 11' માં નવા જજ તરીકે દેખાશે. તે આ શોમાં વિવાદીત સંગીતકાર અનુ મલિકની જગ્યાએ જોવા મળશે. નેહા કક્કર અને વિશાલ દદલાની સાથે શોના જજ તરીકે જોવા મળતા અનુ મલિકને ગયા મહિને #MeToo ના આક્ષેપોને કારણે શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હિમેશે વાતચીતમાં 'ઈન્ડિયન આઇડોલ' માં એન્ટ્રી કરવાની પુષ્ટિ કરી છે.

હિમેશે કહ્યું, હું 'સુપરસ્ટાર સિંગર'નો ભાગ હતો અને હવે મારી યાત્રા' ઇન્ડિયન આઇડોલ'થી ચાલુ થઇ રહી છે. તે માત્ર ભારતનો સૌથી લાંબો રિયાલિટી શો જ નહીં, પણ એક સૌથી પ્રખ્યાત શો છે. હું તેની જજ પેનલમાં જોડાવાથી ખૂબ જ ખુશ છું. મારી જવાબદારીમાં બે ગણો વધારો થયો છે. હું શરૂઆતથી આ સિઝનને ફોલો કરી રહ્યો છું અને ઘણા અસાધારણ ગાયકોને આગળ વધતા જોયા છે, જેણે મ્યુઝિક ઉદ્યોગમાં ચોક્કસપણે લહેર પેદા કરી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે અનુ મલિક 'ઇન્ડિયન આઇડોલ' ની 10 મી સીઝનને જજ કરી રહ્યો હતો, ત્યારે સિંગર સોના મહાપાત્રા, નેહા ભસીન અને શ્વેતા પંડિત સહિત અનેક મહિલાઓએ તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેને શોમાંથી હટાવવામાં આવ્યો હતો. જો કે, 11 મી સિઝનમાં, તેને ફરી એકવાર જજ તરીકે લાવવામાં આવ્યો, જેનો સોના, નેહા અને શ્વેતા દ્વારા સતત સોશિયલ મીડિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી હતી અને સોની ટીવી પાસેથી ખુલાસો માગ્યો હતો, ત્યારે મલિકને તરત શોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp