સંજય લીલા ભણસાલીની 'હીરામંડી' જોવાનો પ્લાન હોય તો આ રિવ્યૂ વાંચી લેજો

PC: twitter.com/bhansali_produc

સંજય લીલા ભણસાલીમાં કંઈક ખાસ તો છે, કારણ કે તે કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા પહેલા ઘણો વિચાર કરે છે. ફિલ્મોને લઈને તેમના વિચારો અને ક્ષમતાઓની કોઈ મર્યાદા નથી, તેમની વિચારસરણી અન્ય ફિલ્મ નિર્માતાઓ કરતા તદ્દન અલગ હોય છે. તે જાણે છે કે પ્રેક્ષકોને થિયેટરોમાં શું જોઈએ છે અને શું નથી અને તેણે OTT વપરાશકર્તાઓ માટે પણ ઘણું સંશોધન કર્યું હોવું જોઈએ, તેથી જ તેણે તેની પ્રથમ વેબ સિરીઝ 'હીરામંડી: ધ ડાયમંડ બઝાર' બનાવી, જે 1લી મેના રોજ OTT પર રિલીઝ થઇ અને છવાઈ ગઈ અને આ સિરીઝની લોકપ્રિયતા આગામી કેટલાય દિવસો કે મહિનાઓ સુધી લોકોમાં જોવા મળતી રહેશે.

જ્યારે સંજય લીલા ભણસાલીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા જે વાત મનમાં આવે છે તે સેટ છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભણસાલી તેમની ફિલ્મોમાં સેટને વધુ મહત્વ આપે છે અને આ જ વાત તેમની પ્રથમ વેબ સિરીઝ 'હીરામંડી'માં જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ભણસાલી વેબ સિરીઝ નહીં પણ 'હીરામંડી' પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ જો એવું હોત તો કદાચ આપણે તેમાં ઘણું બધું ચૂકી ગયા હોત, કારણ કે ફિલ્મ 3 કલાકની જ બની શકે છે. ભણસાલીનો 'હીરામંડી' પર વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય અમુક રીતે સાચો સાબિત થઈ રહ્યો છે.

‘હીરામંડી’એ અન્ય કરતા ઘણી મોટી વેબ સિરીઝ છે, જેમાં માત્ર 8 જ એપિસોડ હોવા છતાં તેનો સમયગાળો લાંબો છે, કેટલાક એપિસોડ 1 કલાકના છે અને કેટલાક એપિસોડ 45 મિનિટના પણ છે. આ વખતે ભણસાલી એક સુંદર સેટની સાથે બોલિવૂડની ઘણી સુંદર સુંદરીઓને પણ સાથે લાવ્યા છે. આ શ્રેણીમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, શર્મિન સહગલ, રિચા ચઢ્ઢા, તાહા શાહ, જેસન શાહ, ફરદીન ખાન, અધ્યયન સુમન અને શેખર સુમન મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે.

આ શ્રેણીની વાર્તા દેશની આઝાદી પહેલાની છે, જ્યારે પાકિસ્તાનનું નિર્માણ થયું ન હતું અને લાહોરની સડકો પર ભારતની આઝાદીના નારા જોરથી ગુંજી રહ્યા હતા. લાહોરમાં હીરામંડી નામની એક જગ્યા છે જે રેડ લાઈટ એરિયા તરીકે ઓળખાય છે. આ શ્રેણી ત્યાંની ગણિકાઓના જીવન પર પ્રકાશ ફેંકે છે.

તેમના જીવનની સાથે, શ્રેણી એ પણ બતાવે છે કે, કેવી રીતે તેમણે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. જ્યારે, તમારે શરૂઆતના પ્રથમ અને બીજા એપિસોડને ખૂબ જ કાળજીપૂર્વક જોવાની જરૂર પડશે, કારણ કે ભણસાલીએ આ શ્રેણીમાં ગણિકાઓના પરસ્પર સંબંધોને એવી રીતે દર્શાવ્યા છે કે, તમારે તેમને સમજવા માટે શરૂઆતમાં થોડો સમય પસાર આપવો પડશે.

મલ્લિકા જાન તરીકે મનીષા કોઈરાલા, બીબુ જાન તરીકે અદિતિ રાવ હૈદરી અને વહીદા તરીકે સંજીદા શેખનો અભિનય તમારું દિલ જીતી લેશે. જ્યારે, સોનાક્ષી સિન્હાની આ બીજી વેબ સીરિઝ છે, આ પહેલા તેણે 'દહાડ'માં કામ કર્યું હતું, જેમાં તે પોલીસના રોલમાં હતી અને યુનિફોર્મમાં તે ખૂબ જ સારી લાગી રહી હતી. આ વખતે માત્ર તેનું પાત્ર જ નહીં પરંતુ તેનું સમગ્ર વલણ પણ અલગ દેખાઈ રહ્યું છે. ભણસાલીએ સોનાક્ષીના પાત્રને એવી રીતે સજાવ્યું છે કે, તમે તેના અભિનયના દીવાના થઇ જશો.

શ્રેણીમાં, સોનાક્ષી બે અલગ-અલગ પાત્રોમાં જોવા મળે છે, તેના પ્રથમ પાત્રનું નામ રેહાના છે, જે મલ્લિકા જાનની મોટી બહેન છે, અને તેના બીજા પાત્રનું નામ ફરીદન છે, જે રેહાનાની પુત્રી છે. સિરીઝની વાર્તા રેહાના અને મલ્લિકા જાન પર આધારિત છે. એમાં કોઈ શંકા નથી કે, સિરીઝની વાર્તા મજબૂત છે, પરંતુ આ સિરીઝમાં કેટલાક નબળા ભાગો પણ છે. જો તમે સીરિઝ જોવા બેસો, તો તમને લાગશે કે વાર્તા ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના કારણે તમે ચોક્કસપણે થોડો કંટાળો અનુભવશો.

જ્યારે, એક જ સેટ વારંવાર તમારી આંખો સામે આવતા રહેશે, જેના કારણે તમારી આંખો થોડો થાક અનુભવશે, જ્યારે ભણસાલીએ પોતે આ શ્રેણીમાં સંગીત પણ આપ્યું છે, તો તેનાથી તમે અનુમાન લગાવી શકશો કે શ્રેણીમાં સંગીત કેટલું દમદાર હશે. એકંદરે, જોવા જઈએ તો, ભણસાલીની આ વેબ સિરીઝ OTT વપરાશકર્તાઓ માટે એક મોટી ભેટ છે, જેને તમે એક વાર ચોક્કસપણે જોવાનું પસંદ કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp