મુન્ની બદનામ હુઈથી લઈને ચોલી કે પીછે સુધીના,હિટ ગીત પાકિસ્તાનમાંથી કરાયા છે કૉપી

PC: aajtak.in

કચ્ચા બદામ ગીત યાદ છે ? મગફળી વેચવાવાળા વ્યકિતનું ગીત 'કચ્ચા બદામ' જોત જોતામાં સોશિયલ મીડિયા પર ખુબજ પ્રખ્યાત થઇ ગયું હતું. ભુબન બાદયાકર નામના વ્યકતિએ આ ગીત ગાયું હતું. વાયરલ થયા પછી આ ગીત પર દેરક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવામાં આવ્યા. મજા તો ત્યારે આવી જયારે એક પાકિસ્તાની સિંગરે કચ્ચા બદામને કોપી કરીને રમઝાન અને રોઝા પર ગીત બનાવી દીધું. લોકોએ કચ્ચા બદામના પાકિસ્તાન વર્ઝનને ખરાબ રીતે ટ્રોલ કરી દીધું.

આવું પહેલીવાર નથી થયું જયારે પાકિસ્તાને ઇન્ડિયાના ગીત અથવા મ્યુઝીકને કૉપી કર્યું હોઈ. બોલીવુડે પણ ઘણીવાર પાકિસ્તાની ગીતોને કૉપી કરીને તેના હીટ થવાનું ક્રેડિટ લીધું છે. જેમાંથી ઘણા ગીત તો એવા છે જેનું ઓરીજનલ વર્ઝન સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ઘણા ગીતો નુસરત ફતેહ અલી ખાનના છે, ઘણા નુરજહાંના છે તો ઘણા અન્ય પાકિસ્તાની કલાકારોના છે.

મુન્ની બદનામ હુઈ

મલાઈકા અરોરા પર ફિલ્માવામાં આવેલું દબંગ ફિલ્મનું ગીત 'મુન્ની બદનામ હુઈ'નું ઓરીજનલ ગીત પાકિસ્તાની છે. આ ગીતના ગીતકાર અને સંગીત નિર્દેશક લલિત પંડિત હતા. ત્યારે આનું ઓરીજનલ ગીત 'લડકા બદનામ હુઆ હસીના તેરે લિયે'ને ઉમર શરીફે ગાયું છે.

દિલ દિલ હિન્દુસ્તાન

યાદોની મોસમ ફિલ્મનું ગીત 'દિલ દિલ હિન્દુસ્તાન'ને સિંગર વિજય બેનેડીકટે ગાયું છે. આના મ્યુઝીક ડાયરેક્ટર આનંદ મિલિંદ અને ગીતકાર સલાલુહુદ્દીન પરવેઝ છે. બોલીવુડના આ ગીતને પાકિસ્તાનના ઓરીજનલ ગીત 'દિલ દિલ પાકિસ્તાન'માંથી કોપી કરવામાં આવ્યું છે.

કિતના પ્યારા તુજે રબને બનાયા - રાજા હિન્દુસ્તાની

રાજા હિન્દુસ્તાની ફિલ્મનું ગીત 'કિતના પ્યારા તુજે રબને બનાયા'ના મ્યુઝીક ડાયરેક્ટર નદીમ શ્રવણ છે અને ગીતકાર સમીર છે. આ ગીતનું ઓરીજનલ વર્ઝન નુસરત ફતેહ અલી ખાને ગાયું છે. નુસરત ફતેહઅલી ખાનનું આ ગીત 'કિન્ના સોળા તેનૂ રબને બનાયા' ખુબજ પ્રખ્યાત છે. આ ગીતને ઘણા મ્યુઝિક વિડીયોમાં પણ લેવામાં આવ્યું હતું.

મુજે એક પલ ચૈન ના આવે - જુદાઈ

જુદાઈ ફિલ્મનું ગીત 'મુજે એક પલ ચૈન ના આવે'ના બોલ સમીરે લખ્યા હતા, જો કે આને નદીમ શ્રવણે મ્યુઝીક આપ્યું હતું. રસપ્રદ વાત તો એ છે કે આ ગીત પણ પાકિસ્તાની ગીતનું કૉપી વર્ઝન છે. નુસરત ફતેહ અલી ખાને 'સાનું એક પલ ચૈન ના આવે' ગાયું હતું. આ ગીતને પછી રેઈડ ફિલ્મમાં પણ લેવામાં આવ્યું હતું.

યે જો હલ્કા હલ્કા સુરૂર હૈ - સૌતન કી બેટી

આ ગીત જીતેન્દ્ર-રેખાની ફિલ્મ 'સૌતન કી બેટી'નું ગીત હોય કે પછી આયુષ્માન ખુરાના અને એમી જેક્સનનો મ્યુઝીક વીડીયો હોય, બંને વર્ઝનમાં 'યે જો હલ્કા હલ્કા સુરૂર હૈ' ગીતને ખુબ જ પસંદ કરવામાં આવ્યું. સૌતન કી બેટી ફિલ્મમાં આ ગીતના મ્યુઝીક ડાયરેક્ટર વેદ્પાલ હતા અને ગીતકાર સાવન કુમાર. જયારે આયુષ્યમાન ખુરાનાના મ્યુઝીક વીડિયોમાં નુસરત ફતેહઅલી ખાનને ક્રેડીટ આપવામાં આવ્યું છે. આ ગીતને ઓરીજનલી નુસરત ફતેહ અલી ખાને ગાયું હતું.

તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત - મોહરા

મોહરા ફિલ્મનું ગીત 'તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત' પણ પાકિસ્તાની કવ્વાલી નંબર 'દમ મસ્ત કલંદર'માંથી ચોરવામાં આવ્યું છે. નુસરત ફતેહઅલી ખાનના અવાજમાં આ કવ્વાલીના શબ્દો 14મી સદીના કવિ અમીર ખુસરોએ લખ્યા હતા જેમાં 18મી સદીના કવિ બુલ્લેશાહે થોડા બદલાવ કર્યા.

મેરા પિયા ઘર આયા - યારાના

યારાના ફિલ્મનું ગીત 'મેરા પિયા ઘર આયા ઓ રામજી' બોલીવુડના સુપરહિટ ગીતોમાંથી એક છે. માધુરી દિક્ષિત પર ફિલ્માવવામાં આવેલા આ ગીતના કમ્પોઝર અને મ્યુઝીક ડાયરેક્ટર અનુ મલિક છે. રસપ્રદ વાત તો એ છે કે આ ગીત ઓરીજનલી પાકિસ્તાની ગીતથી ઇન્સ્પાયર્ડ છે. નુસરત ફતેહ અલી ખાને 18મી સદીના બાબા બુલ્લેશાહથી પ્રેરિત થઈને 'મેરા પિયા ઘર આયા' કવ્વાલી પર્ફોમ કરી હતી. બસ પછી શું મેરા પિયા ઘર આયા પ્રખ્યાત થઇ ગયું.

હવા હવા એ હવા - મુબારકા

મુબારકા ફિલ્મનું ગીત 'હવા હવા એ હવા' પણ પાકિસ્તાની ગીતથી ઇન્સ્પાયર્ડ છે. આ ગીત હસન જહાંગીરે ગાયું છે. આ પાકિસ્તાની ગીતનો બોલીવુડે પણ પોતાની ફિલ્મોમાં ઉપયોગ કર્યો છે.  

અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા - બેવફા સનમ

બોલીવુડ ફિલ્મ બેવફા સનમનું ગીત 'અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા' ઘણું હીટ ગીત છે. આ ગીત દરેક તૂટેલા દિલવાળાના મોઢા પર રહે છે. આ ગીત પણ નુરજહાંએ ગાયેલા પાકિસ્તાની ગીત 'કોઈ નવા લારા લા કે મેનૂ રોલ જા'થી પ્રેરિત છે.

આહૂં આહૂં આહૂં - લવ આજકલ (2009)

વર્ષ 2009માં રીલીઝ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ લવ આજકલમાં એક ગીત ઘણું શાનદાર હતું. 'આહૂં આહૂં આહૂં...' જો કે આ ગીતના બોલ કઈ આ રીતે હતા - 'તૂ આજા દિલ જાનિયા.....' આ ગીત પાકિસ્તાની સિંગર શૌકત અલીના ગીત 'કડી તે હંસ બોલ...'માંથી કૉપી કરવામાં આવ્યું હતું.

ચોલી કે પીછે કયા હૈ - ખલનાયક

ખલનાયક ફિલ્મનું ગીત 'ચોલી કે પીછે કયા હૈ'ને લક્ષ્મીકાંત પ્યારેલાલે કમ્પોઝ કર્યું છે અને આના શબ્દો આનંદ બક્સીએ લખ્યા છે. આ બોલીવુડ ગીત પાકિસ્તાની ગાયિકા નૂર જહાંના ગીત 'રાત દે 12 બજે' ગીતમાંથી કોપી કરવામાં આવ્યું છે.

આ લિસ્ટ હજી પૂરું નથી થયું. એવા ઘણા બોલીવુડ ગીત જે ઘણા પાકિસ્તાની ગીતોમાંથી અને ઘણા હિન્દી ગીતો જે પાકિસ્તાની સિનેમામાં સાંભળી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp