હોલિવુડના સ્ટાર વિલ સ્મિથે લીધી સદ્દગુરુની મુલાકાત, ફોટા થયા વાયરલ

PC: twimg.com

ઈશા ફાઉન્ડેશના સંસ્થાપક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની હાલમાં જ હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથે ખા મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર બંનેના મુલાકાતના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ આ જોઈને પરેશાન છે કે સુદ્દગુરુએ વિલ સ્મિથ સાથે મુલાકાત કરી અને તેને ધર્મના માર્ગ પર ચાલવાની શીખ પણ આપી છે. જાતે સદ્દગુરુએ આ મુલાકાત અંગેની જાણકારી આપી હતી.

સદ્દગુરુએ પોતાના સોશિયલ મીડિયા પર વીલ સ્મિથ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. ફોટામાં વિલ સ્મિથ કોઈ મુદ્દા પર સદ્દગુરુ સાથે ચર્ચા કરી રહેલો જોવા મળે છે. બંને ક્યારેક હસી પણ રહ્યા છે. બંનેએ સારો એવો સમય એકબીજા સાથે વિતાવ્યો હતો. આ ફોટાને શેર કરતા સદ્દગુરુએ વિલ સ્મિથ માટે એક સંદેશો પણ આપ્યો છે. ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે, તમારી સાથે સમય પસાર કરીને ઘણું સારું લાગ્યું. આશા રાખું છું કે ધર્મ હંમેશા તમને માર્ગદર્શન આપશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટાઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

New quarantine workout: how to lose 11 pounds in 5 seconds⁣. ⁣ 📹 @maxgoodrich inspo @ashleynocera

A post shared by Will Smith (@willsmith) on

જોવા જઈએ તો વિલ સ્મિથ અને હિન્દુસ્તાનનો સંબંધ કંઈક અલગ જ છે. કહેવા માટે તે એક હોલીવુડ સ્ટાર છે પરંતુ તે ભારતની સંસ્કૃતિથી ઘણો પ્રભાવિત છે. ગયા વર્ષે જ તેણે હરિદ્વારની જાણીતી ગંગા આરતીમાં ભાગ લીધો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર પણ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં તેની શ્રદ્ધા જોઈ ફેન્સ ઘણા ખુશ થઈ ગયા હતા. પોતે વિલ સ્મિથ પણ તે મુલાકાતને ખાસ માને છે. વિલ સ્મિથ બોલીવુડની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઘણો ઉત્સુક છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની આ ઈચ્છા જાહેર કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિલ સ્મિથ છેલ્લે બેડ બોય્ઝ ફોર લાઈફમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2020ની શરૂઆતમાં રીલિઝ થઈ હતી. ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની તમામ સીરિઝમાં તે જોવા મળ્યો છે. આ સિવાય સ્મિથે બોલીવુડની ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં મેન ઈન બ્લેકના બે ભાગનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ સ્મિથ પોતાના ફેનને કાયમ વિવિધ વીડિયો અથવા ફોટાઓ દ્વારા એન્ટરટેઈનમેન્ટ કરતો જોવા મળે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp