શાહરૂખ ખાન IPL ટીમમાંથી કેવી રીતે કરોડો કમાય છે,તે ટીમની દરેક મેચમાં જોવા મળે છે

PC: tv9hindi.com

બોલિવૂડના કિંગ ખાન જ્યાં પણ જાય છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે. શાહરૂખ ખાનની ફિલ્મો હોય કે IPL મેચો, દરેક જગ્યાએ દર્શકો તેને જોવા આવે છે. શાહરૂખ ખાન હંમેશા ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવે છે, હવે ચાહકોને IPLમાં પણ શાહરૂખનો જાદુ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સનો સહ-માલિક છે. જ્યારે પણ શાહરૂખની ટીમની મેચ હોય છે, ત્યારે તે મોટાભાગે તેના પરિવાર સાથે સ્ટેડિયમમાં જોવા મળે છે. મેચ પછી શાહરૂખ મેદાનની આસપાસ ફરતા હોય તેવા વીડિયો વાયરલ થતા રહે છે. શાહરૂખ કિંગ સાઈઝ લાઈફ જીવે છે. કમાણીના મામલામાં તે કોઈથી પણ ઓછા નથી. શાહરૂખ ખાન IPLમાંથી પણ કરોડોની કમાણી કરે છે. આવો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન તેની ટીમ KKRમાંથી કેટલી કમાણી કરે છે.

શાહરૂખ ખાન IPLમાં KKR પાસેથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. IPLની દરેક સિઝનમાં શાહરૂખ ખાન એક ફિલ્મમાં મળતા પૈસા કરતા વધારે કમાણી કરી જ લે છે.

IPLમાં દરેક ટીમ કરોડોની કમાણી કરે છે. હકીકતમાં, BCCI દરેક ટીમને TV ટેલિકાસ્ટ અને સ્પોન્સરશિપની કમાણીનો અમુક હિસ્સો આપે છે. આ સિવાય શાહરૂખ ખાનને તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફ્રેન્ચાઈઝી ફી, ઈવેન્ટ રેવન્યુ અને ઘણી ઈનામી રકમ પણ મળે છે. શાહરૂખ ખાન IPLમાંથી કેટલી કમાણી કરે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાનની કુલ કમાણી 250-270 કરોડ રૂપિયાની આસપાસ થતી હોય છે. તેમાંથી 100 કરોડ રૂપિયા ખેલાડીઓ અને મેનેજમેન્ટ ખરીદવા પાછળ ખર્ચવામાં આવે છે. ત્યાર પછી 150 કરોડ રૂપિયા બાકી રહે છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સને 55 ટકા અને બાકીનો હિસ્સો શાહરૂખ ખાનને મળે છે. જો આ ગણતરી કરીએ તો શાહરૂખ IPLની એક સિઝનમાંથી 70-80 કરોડ રૂપિયા કમાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સને શાહરૂખ ખાન અને તેના મિત્રો જૂહી ચાવલા અને જય મહેતાએ મળીને ખરીદ્યો હતો. શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની બે સીઝન જીતી છે. તેણે IPLની સિઝન 5 અને સિઝન 7 જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp