લક્ઝરી કાર છોડીને કેમ કરવી પડી મેટ્રોની સવારી? રિતિક રોશને જણાવ્યું કારણ

PC: instagram.com/hrithikroshan

બોલિવુડના ગ્રીક ગૉડ રિતિક રોશન હવે કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ એક અલગ જ કારણે ચર્ચામાં છે. રિતિક રોશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની લક્ઝરી કારમાં નહીં, પરંતુ મુંબઈ મેટ્રોમાં સફર કરતો નજરે પડી રહ્યો છે. એક્ટરે હાલમાં જ મેટ્રોમાં સફર કરતા પોતાના ફેન્સ અને કો-પેસેન્જર્સને હેરાન કરી દીધા. એટલું જ નહીં રિતિક રોશને તેના કારણનો ખુલાસો પણ કર્યો, જેના કારણે તેણે પોતાની લક્ઝરી કાર છોડીને મેટ્રોમાં સફર કરવાના પોતાના અનુભવ પણ શેર કર્યો છે.

એક્ટરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની મેટ્રો યાત્રીની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા. આ દરમિયાન રિતિક રોશનને હાફ સ્લીવ્સવાળું નેવી બ્લૂ ટી-શર્ટ અને મેચિંગ કેપ પહેરીને નજરે પડી રહ્યો છે. એક્ટરે પોતાનાઆ ટોન્ડ બાઈસેપ્સને ફલોન્ટ કરી રહ્યો છે. તસવીરોમાં રિતિક રોશન પોતાના ફેન્સ, જેમાં મોટા ભાગે બધી ઉંમર વર્ગની મહિલાઓ છે, તેની સાથે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. હેન્ડલ પકડીને ખૂણામાં ઊભા રિતિકનો એક વીડિયો પણ છે. એક અન્ય વીડિયોમાં શાળાની છોકરીઓ પોતાના પસંદગીના એક્ટરને જોઈને ખુશીથી ચીસો પાડી ઉઠે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

રિતિક રોશને મેટ્રોમાં મુસાફરી કરવા બાબતે પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, ‘આજે કામ કરવા માટે મેટ્રો લીધી. કેટલાક ખૂબ સુંદર અને દયાળુ લોકો સાથે મુલાકાત થઈ. તેમણે મને જે પ્રેમ આપ્યો, તેને હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અનુભવ શાનદાર હતો. ગરમી સાથે સાથે ટ્રાફિકને પણ હરાવ્યું. એક્શન શૂટ માટે મેં પોતાની એનર્જી બચાવી.’ પોસ્ટને આલિયા ભટ્ટ અને આયુષ્યમાં ખુરાનાએ પણ લાઇક કરી છે. રિતિકની પ્રેમિકા સબા આઝાદે પોસ્ટ પર કમેન્ટ કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

એક્ટર ગજરાજ રાવે ટિપ્પણી કરતા એક ફાયર ઇમોટિકૉન છોડ્યું. ફેન્સે લખ્યું કે, સેલિબ્રિટી જે એક સામાન્ય વ્યક્તિની જિંદગી જીવવામાં વિશ્વાસ રાખે છે, તમને સલામ સર. રિતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ ‘ફાઇટર’ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ છે. ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે. એ સિવાય તેની પાસે પાઇપલાઇનમાં જૂનિયર NTR સાથે ‘વૉર 2’ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp