'મારા 3 બાળકો હોત', એશા ગુપ્તા લગ્ન અને માતા બનવા પર બોલી,એગ્સ ફ્રીઝ કરાવ્યા છે

PC: facebook.com/EshaGuptaOfficial

બોલિવૂડની જાણીતી અભિનેત્રી એશા ગુપ્તા, જેણે 'રાઝ 3', 'જન્નત 2', 'રુસ્તમ', 'બાદશાહો', 'ટોટલ ધમાલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે 2019માં જ જોવા મળી હતી. ત્યારથી તેણે સ્પેનમાં પોતાનો બિઝનેસ સેટ કર્યો છે. તે તેમાં વ્યસ્ત રહે છે. હવે તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગુલર સાથે લગ્ન અને બાળકો વિશે પણ વાત કરી છે.

37 વર્ષની એશા ગુપ્તાએ મીડિયા સૂત્રો સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, તેને જીવનમાં કોઈ ટેન્શન નથી. તે કામ અને ખાસ કરીને ફિલ્મોના સંદર્ભમાં આમ તેમ ભાગતી નથી. તેના જીવનમાં મેન્યુઅલ હોવાથી તે ખુશ છે. જે સ્પેનિશ બિઝનેસમેન છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તેના બોયફ્રેન્ડે તેને સ્પેનમાં રેસ્ટોરન્ટ બનાવવામાં મદદ કરી હતી. 'સેવા પૃષ્ઠભૂમિમાંથી આવતા, તમે વ્યવસાય વિશે વિચારી શકતા નથી. તમે તમારી જાતને બનાવવા વિશે વિચારો છો. હું હંમેશા વિચારતી હતી કે હું કોઈની નીચે કામ કરીશ અને કાયદાકીય પેઢીમાં જોડાઈશ. કારણ કે તે સરળ અને વિશ્વસનીય પણ છે. પરંતુ તેણે મારા જીવનને સુરક્ષિત કરવામાં મદદ કરી. હવે હું તેને મજાકમાં કહી પણ દઉં છું કે, હવે તું મને છોડી નહીં શકે. તારે મારી સાથે લગ્ન કરવા પડશે.'

ઈશા ગુપ્તાએ કહ્યું કે, તેના લગ્ન જલ્દી થઈ શકે છે. હાલમાં તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે. ભવિષ્યમાં જ્યારે પણ થશે, ત્યારે તે લગ્ન કરશે અને પછી બાળકો પણ થશે. અભિનેત્રીએ કહ્યું કે, તે હંમેશાથી બાળકો પેદા કરવાનું સપનું જોતી હતી. તેણે કહ્યું કે તે કૂતરા અને બાળક બંને વિના તેના જીવન વિશે વિચારી શકતી નથી.

ઈશાના કહેવા પ્રમાણે, મેન્યુઅલને મળ્યા પહેલા એટલે કે 2017માં તેણે પોતાના એગ્સ ફ્રીઝ કરી દીધા હતા. તેણ તેના બોયફ્રેન્ડને મળી તે પહેલા તે ત્રણ વર્ષ સુધી સિંગલ હતી. જો બધુ બરાબર રહ્યું તો તે જલ્દી લગ્ન કરી લેશે. અને તેણે તેના એગ્સને ફ્રીઝ કરી દીધા છે, મેન્યુઅલ આ વાતથી વાકેફ છે અને તે પિતા બનવા પણ તૈયાર છે. અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે તે લગ્ન કરશે ત્યારે તેને IVF અથવા સરોગસી દ્વારા બાળકો થશે. ઈશાએ કહ્યું કે, જો તે અભિનેત્રી ન બની હોત તો તેના ત્રણ બાળકો થઇ ચુક્યા હોત. 'હું હંમેશા બાળકો ઈચ્છતી હતી, તેથી મને લાગે છે કે મારી પાસે ત્રણ બાળકો હોતે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp