કરોડો રૂપિયાનો વકરો કરતી ફિલ્મોમાંથી સૌથી વધુ કોણ કમાય, સરકારને શું મળે?

PC: telegraphindia.com

તમે જોતા હશો કે છેલ્લાં કેટલાંક દિવસોમાં અનેક એવી બોલિવુડ ફિલ્મો રીલિઝ થઇ છે, જેમની કમાણીએ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા. ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન એ છે કે હવે એક સપ્તાહ પહેલા જ કલેક્શન 5 કરોડ સુધી પહોંચી જાય છે. જેમ કે તાજેતરમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાને માત્ર 5 દિવસમાં 500 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે ફિલ્મના કલાકારો ફિલ્મના કલેક્શનમાંથી કેટલી કમાણી કરે છે. વાસ્તવમાં, ફિલ્મ કલેક્શનમાં ટેક્સના પૈસા, સિનેમા માલિકોનો હિસ્સો, ફિલ્મની ટીમની કમાણી વગેરેનો સમાવેશ થાય છે.

તો આજે અમે 200 રૂપિયાની ટિકિટને માપદંડ ગણીશું અને તમને જણાવીશું કે જ્યારે 200 રૂપિયાની ટિકિટ વેચાય છે ત્યારે તેમાં કેટલો સરકારી ટેક્સ સામેલ છે અને ટેક્સ સિવાય આ ટિકિટમાં દરેક વ્યક્તિનો કેટલો હિસ્સો છે. . ચાલો જાણીએ કલેક્શન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

 બોક્સ ઓફિસ કલેક્શનમાં એન્ટરટેઇનમેન્ટ ટેક્સ, પ્રોડ્યુસરની કમાણી, સિનેમાઘરોની કમાણી, ડિસ્ટ્રીબ્યુટર્સની કમાણી વગેરે સામેલ હોય છે. ફિલ્મની કમાણીનો ખેલ સમજતા પહેલાં તમને જણાવીશું કે ફિલ્મમાં કેવી રીતે કમાણી થાય છે, કારણ કે દરેક ફિલ્મની કમાણીની રીત જુદી હોય છે.

પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર પોતાના ખર્ચે ફિલ્મ બનાવે છે અને પછી એક ડીલના માઘ્યમથી તે ડિસ્ટ્રીબ્યુટર્સને આપે છે. ડિસ્ટ્રીબ્યુટર સાથેની શરતો પણ જુદી જુદી હોય શકે છે.

એ પછી ડિસ્ટ્રીબ્યુટર ફિલ્મનો શો માટે સિનેમાઘરોનો સંપર્ક કરે છે એ ડીલ ડિસ્ટ્રીબ્યુટર અને સિનેમાઘરો વચ્ચે થાય છે. એ પછી જેટલી પણ ટિકીટનું વેચાણ થાય, તેના આધાર પર સિનેમાઘરો કલેક્શનના હિસ્સો ડિસ્ટ્રીબ્યુટરને આપે છે અને ડિસ્ટ્રીબ્યુટર પોડ્યુસરને તેમનો હિસ્સો આપે છે. ફિલ્મની ટિકીટમાં ટેક્સનો પણ હિસ્સો હોય છે, જેના પૈસા સરકાર પાસે જાય છે.

જો ફિલ્મની ટિકીટ 100 રૂપિયા અંદર હોય તો તેની પર 12 ટકા GST લાગે છે અને 100 રૂપિયા ઉપર હોય તો 18 ટકા GST લાગે છે.

હવે 200 રૂપિયાની ટિકીટની ગણતરી કરીએ તો એમાં 18 ટકા GST લાગશે. મતલબ કે સરકારને કુલ 36 રૂપિયા એક ટીકિટ પર મળશે. આમા એવું હોય છે કે આ 36 રૂપિયામાંથી 18 રૂપિયા રાજ્ય સરકાર પાસે જાય અને 18 રૂપિયા કેન્દ્ર સરકારને મળે.

એ પછી જે રકમ બચે તેમાંથી સિનેમાઘરો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્રોડ્યુસરનો રૂપિયા વહેંચી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp