ઇલિયાનાનું દર્દ છલકાયું, 'બરફી'માં કામ કરીને પગ પર કુહાડી મારી, ફિલ્મ નથી મળતી
'બર્ફી'ની ઇલિયાના ડીક્રુઝ તેની કરિયરને લઈને ખૂબ જ ભાવુક છે. તેનું કહેવું છે કે, આ ફિલ્મને કારણે તેની કરિયર ડૂબી ગઈ છે. તેને સાઉથની ફિલ્મો મળવાનું જ બંધ થઈ ગયું છે. હાલમાં જ ફિલ્મ 'દો ઔર દો પ્યાર'માં જોવા મળેલી ઇલિયાના ડીક્રુઝે અત્યાર સુધીની કારકિર્દીમાં અક્ષય કુમારની 'રુસ્તમ' અને રણબીર કપૂરની 'બર્ફી' કરી છે. બંને ફિલ્મોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે બોલિવૂડમાં આવ્યા પછી તેને સાઉથમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેની પીડા વ્યક્ત થઈ હતી. તેણે કહ્યું કે, ન તો બોલિવૂડ કે, ન તો દક્ષિણે તેને તક આપી.
ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ મીડિયા સૂત્ર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ફિલ્મ 'બર્ફી'માં કામ કર્યા પછી લોકોએ માની લીધું હતું કે, હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગતી નથી. આ કારણે મને ત્યાંથી ઓફર મળવાનું બંધ થઈ ગયું.' તેણે કહ્યું, 'હું સાઉથમાંથી બોલિવૂડમાં શિફ્ટ નથી થઇ. મેં હિન્દી ફિલ્મ માત્ર એટલા માટે કરી કે મને 'બર્ફી'ની વાર્તા ખૂબ પસંદ આવી. મેં વિચાર્યું કે મને આવી ફિલ્મ ફરી ક્યારેય નહીં મળે. આવી ઓફરનો ઇનકાર કરવો મૂર્ખતા હશે.'
ઇલિયાનાએ કહ્યું, 'એવું કંઈ નહોતું કે, હું બોલિવૂડમાં શિફ્ટ થઈ રહી છું, બસ લોકોએ માત્ર એક વિચિત્ર અનુમાન લગાવી લીધું હતું. આ ફિલ્મ પછી મને વધારે ઑફર્સ નથી મળી, પરંતુ એ પણ સાચું છે કે જ્યારથી હું બોલિવૂડમાં આવી છું ત્યારથી હું વધુ પસંદગીયુક્ત બની ગઈ છું. હું ખૂબ સમજી વિચારીને જ ફિલ્મો સાઈન કરું છું.'
વાત કરતી વખતે ઇલિયાના ડીક્રુઝ એકદમ ભાવુક દેખાતી હતી. તેણે કહ્યું કે, 'બોલિવૂડમાં સારું કામ કરવા છતાં મને મારો હક નથી મળ્યો. મારા કામની નોંધ પણ લેવામાં આવી ન હતી. આજે મને લાગે છે કે, મેં જે પણ કામ કર્યું છે તેના પર કદાચ કોઈએ ધ્યાન આપ્યું નથી. મને એ પણ ખબર નથી કે આવું કેમ થયું.'
'બર્ફી' (2012)એ અનુરાગ બાસુ દ્વારા લખાયેલ અને નિર્દેશિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાનાએ જોરદાર અભિનય કર્યો હતો. 1970ના દાયકામાં દાર્જિલિંગ અને કોલકાતામાં આધારિત, આ ફિલ્મ દાર્જિલિંગમાં રહેતી બર્ફી (રણબીર), બહેરા-મૂંગા, શ્રુતિ (ઇલિયાના) અને ઓટીસ્ટીક ઝિલમિલ (પ્રિયંકા) પર કેન્દ્રિત હતી.
ઇલિયાના ડીક્રુઝના અંગત જીવન વિશે વાત કરીએ તો, વર્ષ 2023માં તેણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ કોઆ ફોનિક્સ ડોલન હતું. ઇલિયાના પાસે હાલમાં કોઇ નવી ફિલ્મ નથી. તેની તાજેતરની રિલીઝ 'દો ઔર દો પ્યાર' હતી, જે 19 એપ્રિલે થિયેટરોમાં આવી હતી. તેમાં વિદ્યા બાલન અને પ્રતિક ગાંધી પણ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp