'કલ્કી 2898 AD'માં પ્રભાસને મળ્યા 80 કરોડ, અમિતાભ-દીપિકાને 20 કરોડ,દિશાને 2 કરોડ
'કલ્કી 2898 AD' વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. સાઉથના દિગ્ગજ સ્ટાર્સ પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી મલ્ટીસ્ટારર ફિલ્મમાં જોવા મળે છે. જ્યારે, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી પણ આ ફિલ્મમાં અજાયબી કરતા જોવા મળે છે. ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, 600 કરોડ રૂપિયાના મોટા બજેટથી બનેલી આ ફિલ્મ પહેલા દિવસે જ 200 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડવા જઈ રહી છે.
'કલ્કી 2898 AD' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં મોટા સ્ટાર્સ લોકોને આકર્ષિત કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં કામ કરવા માટે તમામ કલાકારોએ કેટલી ફી લીધી છે?
નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત સાયન્સ-ફિક્શન ડિસ્ટોપિયન ફિલ્મ 'કલ્કી 2898 AD' માટે પ્રભાસને કેટલી ફી મળી? તાજેતરમાં એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એક દૈનિક અખબારના રિપોર્ટ અનુસાર, પ્રભાસ સામાન્ય રીતે એક ફિલ્મ માટે લગભગ 150 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જોકે, પ્રભાસે 'કલ્કી 2898 AD' માટે તેની ફી ઘટાડીને અડધી કરી દીધી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રભાસે 80 કરોડ રૂપિયાની ફી લીધી છે.
આ ફિલ્મમાં સાઉથના દિગ્ગજ સ્ટાર્સમાંના એક કમલ હાસન નેગેટિવ શેડમાં જોવા મળે છે. ફિલ્મમાં તેણે વિલન 'કાલી'ની ભૂમિકા ભજવી હતી, જે સુમતિના બાળકને મારવા નીકળ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, તેને આ ફિલ્મ માટે 18-20 કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા છે.
ફિલ્મમાં દીપિકા પાદુકોણ 'સુમતિ'નું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં તે ગર્ભવતી મહિલાનો રોલ કરી રહી છે. તે એક બાળકને જન્મ આપવા જઈ રહી છે, જે કલ્કિ 2898ની દુનિયામાં ક્રાંતિ લાવશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકાને તેના પહેલા તેલુગુ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પાવરફુલ 'અશ્વત્થામા'ની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં પોતાની એન્ટ્રીથી લોકોના દિલ જીતનાર અમિતાભ બચ્ચનને પણ આ ફિલ્મ માટે ખૂબ જ તાળીઓ મળી રહી છે. આ ફિલ્મ માટે તેમને પણ દીપિકા પાદુકોણ જેટલી જ ફી એટલે કે 20 કરોડ રૂપિયા મળ્યા હતા.
બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટણી પણ પ્રભાસ અને દીપિકા પાદુકોણની આ ફિલ્મનો એક ભાગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાએ કલ્કીના મેકર્સ પાસેથી માત્ર 2 કરોડ રૂપિયા ફી લીધા છે. જોકે, મેકર્સે આ રિપોર્ટ્સ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp