એક ખોટા નિર્ણયે બરબાદ કર્યુ અનુરાધાનુ કરિયર, પતિના અચાનક મોતથી તૂટી ગઈ હતી સિંગર

PC: indiatimes.com

બોલિવુડની પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલ મંગળવારે 68 વર્ષના થઈ ગયા. તેમનો જન્મ 27 ઓક્ટોબર, 1952ના રોજ કર્ણાટકના કારવારમાં થયો હતો. લાઈમલાઈટથી દૂર રહેતી સિંગર અનુરાધા 80ના દાયકાની એક શ્રેષ્ઠ ગાયિકા બનીને ઉભરી હતી. આ દોરમાં લતા મંગેશકર, આશા ભોસલે અને અલ્કા યાજ્ઞિક જેવી ગાયિકાઓ નામના મેળવી રહી હતી. પરંતુ અનુરાધા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી તો તેમણે બધાને બરાબરની ટક્કર આપી અને રાતોરાત સ્ટાર સિંગર બની ગઈ હતી. પરંતુ તેમના એક નિર્ણયે તેમનું કરિયર બરબાદ કરી નાંખ્યુ. તો તમે પણ જાણી લો શું હતો અનુરાધાનો નિર્ણય...

અનુરાધા પૌડવાલે પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત 1973માં આવેલી અમિતાભ બચ્ચન અને જયા સ્ટારર ફિલ્મ 'અભિમાન'થી કરી હતી. પરંતુ, તેમને પહેલો મોટો બ્રેક 1976માં સુભાષ ઘાઈએ પોતાની ફિલ્મ 'કાલીચરન'માં આપ્યો હતો. ત્યારબાદ અનુરાધા સફળતાની સીડીઓ તો ચડતી ગઈ અને ક્યારેય પાછા ફરીને ના જોયું. એક પછી એક તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આનંદજી અને જયદેવ જેવા સંગીતકારોની સાથે કામ કર્યું.

આ દરમિયાન લતા મંગેશકર અને આશા ભોસલેની સાથે તેમના વિવાદના સમાચાર આવ્યા. તેને કારણે તેઓ પોતે જ બીજા સંગીતકારોના રડાર પર આવી ગયા. તે સમયે ગુલશન કુમારની મ્યુઝિક કંપની ટી-સીરિઝ સૌથી મોટી કંપની હતી. દરેક વ્યક્તિ તેમની સાથે કામ કરવા ઈચ્છતી હતી. એવામાં અનુરાધા પૌડવાલે પોતાના કરિયરને આયામ આપવા માટે ગુલશન કુમારની સાથે હાથ મિલાવી લીધા હતા અને તેમના માટે ગાવાની શરૂઆત કરી હતી. સફળતા અનુરાધાની પાછળ દોડવા માંડી અને તેમને 'આશિકી', 'દિલ હૈ કે માનતા નહીં' અને 'બેટા' જેવી ફિલ્મો માટે સતત ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યા. આ દરમિયાન અનુરાધા ગુલશન કુમારની પણ મનપસંદ ગાયિકા બની ગઈ. દરેક જગ્યાએ અને દરેક મામલામાં તેઓ અનુરાધાને સપોર્ટ કરવા માંડ્યા. તેને કારણે ઈન્ડસ્ટ્રીમાં એવા સમાચારોએ આગ પકડી કે ગુલશન કુમાર અને અનુરાધાનું અફેર છે. જોકે, તે અંગે કોઈએ ક્યારેય ખુલીને કશું ના કહ્યું.

અનુરાધા એ જ રીતે ગીતો ગાતી રહી અને જે સ્પીડથી તે આગળ વધી રહી હતી, તે રીતે જ આગળ વધતી રહી. તેને કારણે એવુ લાગવા માંડ્યુ હતું કે લતા મંગેશકરનો દોર પૂરો થઈ ગયો છે. કંપોઝર ઓપી નાયરે પણ કહી દીધુ હતું કે, લતાનો દોર હવે પૂરો થઈ ચુક્યો છે. અનુરાધાએ તેમને રિપ્લેસ કરી દીધા છે. પરંતુ, તેના કરતા પણ મોટી વાત ગુલશન કુમારે કહી હતી. ગુલશને અનુરાધા પૌડવાલને કહ્યું હતું કે, તે તેમને બીજી લતા મંગેશકર બનાવશે.

ત્યારબાદથી અનુરાધાએ એ જ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. પછી અચાનક એક દિવસ અનુરાધાએ પોતાના જીવનનો એક મોટો નિર્ણય લીધો. તેમણે સૌને એમ કહીને ચોંકાવી દીધા કે હવે તેઓ માત્ર ટી-સીરિઝ માટે જ ગીતો ગાશે. સિંગરના આ નિર્ણયથી લોકોને લાગવા માંડ્યું કે ગુલશન કુમાર અને અનુરાધાની વચ્ચે અફેરના સમાચાર ખોટા નથી. એમા કોઈ શંકા નથી કે, ગુલશન કુમારને કારણે જ અનુરાધાએ ટી-સીરિઝ માટે ગાવાનો નિર્ણય લીધો હોય પરંતુ તેને કારણે તેમણે પોતાના પગ પર જ કુહાડી મારી લીધી હતી. કારણ કે ત્યારબાદ ટી-સીરિઝની બહારના બધા જ ગીતો અલ્કા યાજ્ઞિક અને અન્ય ગાયિકાઓને મળી ગયા, જ્યારે અનુરાધાએ ભજન અને આરતી ગાવાનું શરૂ કરી દીધુ. આ કારણે અનુરાધાનું કરિયર ડૂબી ગયું અને ઘણા વર્ષો સુધી તેમણે કોઈ ફિલ્મ અથવા મ્યુઝિક કંપની માટે ગીતો ના ગાયા. ગુલશન કુમારના મોત બાદ તો તેમણે ફિલ્મી ગીતો ગાવાનું જ છોડી દીધુ.

જણાવી દઈએ કે, અનુરાધાના લગ્ન અરૂણ પૌડવાલની સાથે થયા હતા, જે એસડી બર્મનના આસિસ્ટન્ટ અને પોતે પણ એક મ્યુઝિક કંપોઝર હતા. બંનેના બે બાળકો છે આદિત્ય અને કવિતા પૌડવાલ. કહેવામાં આવે છે કે અરૂણ પૌડવાલનું અચાનક મોત થયા બાદ અનુરાધા એકલી પડી ગઈ હતી. તે એકલી જ બાળકોની જવાબદારી ઉઠાવતી હતી. ત્યારબાદ જ તેમની મુલાકાત ગુલશન કુમાર સાથે થઈ. એકલી અનુરાધાને ગુલશનનો સહારો મળ્યો અને તે તેમની તરફ ઝુકતી ગઈ. અનુરાધાએ આશરે 10 વર્ષ કરતા વધુ સમય સુધી ટી-સીરિઝ માટે કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp