અશ્વત્થામા બનીને આવી ગયા છે બીગ બી, 'કલ્કી 2898 AD'નું જબરદસ્ત ટીઝર રીલિઝ
આ વર્ષની સૌથી મોટી ફિલ્મ મનાતી 'કલ્કી 2898 AD'નું નવું ટીઝર રીલિઝ થઈ ગયું છે, જેમાં બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે અને ચારે બાજુ બસ બીગ બીની જ વાતો ચાલી રહી છે. ફિલ્મના ટીઝરને જોઈને તો એવું લાગે છે કે આ બોક્સ ઓફિસના બધા રેકોર્ડ્સ તોડી નાખશે.
કલ્કી 2898 AD: પ્રભાસ 2024માં 8 સ્ટાર્સ સાથે ઈતિહાસ રચશે, 600 કરોડમાં બનશે ફિલ્મ
લોકો કલ્કિ 2898 ADની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં પ્રભાસ ફરી એકવાર સ્ક્રીન પર ભગવાનની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મને ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લેખક-કમ-દિગ્દર્શક નાગ અશ્વિનની આ આગામી ફિલ્મ પર બધાની નજર છે. આ ફિલ્મ ભારતમાં બનેલી સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ છે અને તેમાં મુખ્ય ભૂમિકાઓમાં ઘણા અદભુત કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓ તેમની કાસ્ટિંગ સિલેકશન પર ગર્વ અનુભવે છે અને આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જે દેશ અને દુનિયાની ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ દરમિયાન, ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ તેના વિશે કેટલીક વાતો કહી છે.
જો કલ્કીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રભાસ લીડ રોલમાં છે. પરંતુ તેમના સિવાય તેમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં દુલકર સલમાન, વિજય દેવેરકોંડા અને રાણાનો શાનદાર કેમિયો પણ હોઈ શકે છે. ફિલ્મ જે સ્કેલ પર બની છે, તેના કારણે અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ છે. એવી પણ ચર્ચા છે કે ફિલ્મને પહેલાથી નક્કી કરેલા બે ભાગ સિવાય ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે.
લેખક સાઈ માધવ બુર્રા, એક લોકપ્રિય ટોલીવુડ વ્યક્તિત્વ, પ્રોજેક્ટ K ઉર્ફ કલ્કી 2898 AD વિશે વાત કરનાર પ્રથમ ટેકનિશિયનોમાંના એક છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, 'કલ્કી 2898 AD જેવી ફિલ્મ માત્ર ટોલીવુડમાં જ નહીં, પરંતુ દેશમાં ક્યારેય બની નથી.' સાઈ માધવે એમ પણ કહ્યું, 'કલ્કી 2898 AD એક નેક્સ્ટ લેવલની ફિલ્મ અને હોલીવુડ પ્રોડક્શન હશે. આ ફિલ્મ તમને અત્યાર સુધી નહિ જોઈ હોય તેવી હિન્દી કે તેલુગુ ફિલ્મનો અનુભવ નહીં આપે, પરંતુ તેની વાર્તા કંઈક અલગ જ સ્તરની છે. કલ્કી 2898 AD માટે VFXની રકમ ઘણી મોટી છે અને નિર્માતાઓ પાસે હવે તેનું આઉટપુટ મેળવવા માટે માત્ર બે મહિનાનો સમય છે. પરંતુ જો તેનું પરિણામ અપેક્ષા મુજબનું નહિ હોય તો, ન તેમને ફક્ત પૈસાની બાબતમાં પણ તે ઉપરાંત તેની ભારે કિંમત પણ ચૂકવવી પડશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કલ્કીની ટીમ ફિલ્મના પ્રમોશન માટે પૂરા બે મહિના પસાર કરવા માંગે છે અને શૂટિંગનો ભાગ હજી પૂરો થયો નથી. આ પરિબળોને ધ્યાનમાં લેતા, એવું લાગે છે કે કલ્કિ 2898 AD તેના નિર્ધારિત સમય 9 મી મે 2024 પર રિલીઝ થશે નહીં. જો કે, આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી અને નિર્માતાઓએ હજી સુધી આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી. કલ્કી 2898 AD કાસ્ટ એપિક સાઇન્સ-ફાઇ ફિલ્મમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp