ટોચની અભિનેત્રીઓ સાથે અફેર, શું પ્રભાસ ખરેખર લગ્ન કરી રહ્યો છે? હકીકત જણાવી

PC: masala.com

બાહુબલી ફિલ્મથી ચાહકોના દિલ પર રાજ કરનાર પ્રભાસ સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ રહે છે. પરંતુ જો તે કંઈપણ પોસ્ટ કરે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે. દરમિયાન, અભિનેતાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કોઈ ખાસ વ્યક્તિના આગમનની વાત કરી છે.

પ્રભાસે તેની ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'ડાર્લિંગ, આખરે કોઈ ખાસ આપણા જીવનમાં આવવાનું છે, રાહ જુઓ.' આ પોસ્ટ જોયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે, અભિનેતા કોના આગમન વિશે વાત કરી રહ્યો છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે, પ્રભાસ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ આ પોસ્ટને સસ્પેન્સ બનાવી રાખી હતી, જેના કારણે ચાહકો મૂંઝવણમાં મુકાયા હતા.

બાહુબલી સ્ટાર પ્રભાસ, જે તેના ચાહકોમાં 'ડાર્લિંગ' તરીકે ઓળખાય છે, શું લગ્ન બંધાઈ રહ્યા છે? તેણે એક પોસ્ટ શેર શું કરી કે, લોકો અફવાઓ બનાવવા લાગ્યા. શું ખરેખર પ્રભાસ લગ્ન કરવા જઈ રહ્યો છે? હવે આ મામલે પ્રભાસે પોતાનું મૌન તોડ્યું છે. જ્યારે અભિનેતા 'કલ્કી 2898 AD'ના આમંત્રણ પર પહોંચ્યા, ત્યારે તેમણે કહ્યું કે સત્ય શું છે.

પ્રભાસ ક્યારે લગ્ન કરશે? આ મોટો સવાલ એવો જ છે કે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? પ્રભાસના પ્રેમપ્રકરણની વાતો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તાજેતરમાં તેણે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કોઈ ખાસ વ્યક્તિના આવવાનો ઉલ્લેખ કર્યો હતો, તે પછી જ અફવાઓનો દોર ગરમાયો હતો કે, બાહુબલી સ્ટાર પ્રભાસ લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે પ્રભાસે પોતાના લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

પ્રભાસ ટૂંક સમયમાં 'કલ્કી 2898 AD'માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મની એક ઈવેન્ટમાં પ્રભાસે પોતાના લગ્નના સમાચાર પર મૌન તોડ્યું હતું.

પ્રભાસે ખુલાસો કર્યો હતો કે, તે નજીકના સમયમાં લગ્ન કરવાનો નથી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું જલ્દી લગ્ન કરવાનો નથી, કારણ કે હું મારા મહિલા ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી.'

અભિનેતાના શબ્દોથી સ્પષ્ટ છે કે, હાલમાં તે લગ્ન કરવાના મૂડમાં નથી અને માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે.

પ્રભાસનું નામ અનુષ્કા શેટ્ટી અને કૃતિ સેનન સાથે જોડાયેલું છે. જોકે તેણે ક્યારેય તેની લવ લાઈફ વિશે વાત કરી નથી. તે હંમેશા માનતો હતો કે તેઓ એક સારા મિત્ર છે અને રહેશે.

પ્રભાસ ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે 'કલ્કી 2898 AD'માં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ સતત આગળ વધતી રહી. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મ હવે 27 જૂને રિલીઝ માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp