શું 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો' હોલિવુડ ફિલ્મની નકલ છે? ડિરેક્ટરે આપ્યો જવાબ

PC: newsnationtv.com

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની ફિલ્મ 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો'નું ટ્રેલર થોડા દિવસો પહેલા જ આવી ગયું છે. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કેટલાકે કહ્યું કે, આવી સંપૂર્ણ ફની ફિલ્મ ઘણા સમય પછી આવી છે. કેટલાકે ફિલ્મમાં કંઈક નવું જોયું. પરંતુ કેટલાક એવા પણ હતા, જેમણે કહ્યું કે, રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'સેક્સ ટેપ'ની નકલ છે. હવે રાજે આ વાતોનો જવાબ આપ્યો છે.

રાજે આ પહેલા આયુષ્માન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ' જેવી ફિલ્મ કરી હતી. હવે 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો' હોલીવુડ ફિલ્મની નકલ હોવા પર, રાજે મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'કોઈએ મને ટ્વિટર પર પૂછ્યું કે, આ ફિલ્મ 'સેક્સ ટેપ'ની નકલ છે. મેં કહ્યું કે મારી ફિલ્મમાં સેક્સ જ નથી. મારા એક લેખકે મને કહ્યું કે, 'સેક્સ ટેપ'માં દંપતીનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અમારી ફિલ્મના કપલે એક વીડિયો બનાવ્યો છે. જેની CD ગાયબ થઈ જાય છે.'

રાજે આગળ કહ્યું, 'ફિલ્મના પાત્રો અને વાર્તા સંપૂર્ણપણે અલગ છે. અમારી ફિલ્મને 'સેક્સ ટેપ' સાથે કોઈ લેવાદેવા નથી. મેં 'સેક્સ ટેપ' જોઈ પણ નથી. હું તેમનાથી કોઈપણ રીતે પ્રભાવિત થયો નથી. કે ન તો મારી આસપાસના લોકો તે ફિલ્મથી પ્રભાવિત થયા હતા.'

રાજે એ પણ જણાવ્યું કે, તે ફિલ્મની સિક્વલ ઓલરેડી પર કામ કરી રહ્યો છે. તેણે કહ્યું, 'અમે બીજી વાર્તા લખવાનું શરૂ કર્યું છે, જ્યાંથી આ ફિલ્મ પૂરી થાય છે. જે આ સમયરેખાથી 10-15 વર્ષ પછીના સમયમાં થશે. જ્યારે ઈન્ટરનેટનો યુગ આવી ગયો હોય છે. અમે લગભગ વાર્તા લખી નાંખી છે. હું મારી બીજી એક ફિલ્મ પૂરી કર્યા પછી તેનું શૂટિંગ શરુ કરીશ.'

રાજે જણાવ્યું કે 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો'ની વાર્તા તેના સહ લેખક યુસુફ અલી ખાનનો વિચાર છે, જેમણે 2018માં જ તેની પટકથા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ માત્ર કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી છે. રાજે એ પણ જણાવ્યું કે, તે 'ડ્રીમ ગર્લ 2' પહેલા 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો' બનાવવા માંગતો હતો. પરંતુ કોઈ કારણોસર આ થઈ શક્યું નહીં.

રાજે એ પણ જણાવ્યું કે, વાર્તાની માંગને કારણે રાજકુમાર રાવને કાસ્ટ કરવામાં આવ્યો હતો. તૃપ્તિ ડિમરીને 'એનિમલ' પહેલા પણ સાઈન કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે 90ના દાયકાને પડદા પર લાવવા માંગે છે. તેથી જ ફિલ્મને એ જ ટચ આપવામાં આવ્યો છે. જેમ કે રાજકુમાર રાવના વાળ લાંબા છે. જેમ કે તે સમયે અમિતાભ બચ્ચન અને સંજય દત્ત રાખતા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

જો આપણે ફિલ્મ 'સેક્સ ટેપ' વિશે વાત કરીએ તો, આ વાર્તા એક પરિણીત યુગલની છે. જેઓ તેમના સંબંધોને સુધારવા માટે તેમની અંગત પળોનો વીડિયો બનાવે છે. પરંતુ બીજા દિવસે તેમને ખબર પડી કે તેનો વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ, 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો'ની વાર્તા બે પરિણીત યુગલોની છે. જેઓ તેમના લગ્નની રાતની ટેપ બનાવે છે. બીજા દિવસે તેની CD ક્યાંક ખોવાઈ જાય છે. આ પિક્ચર 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp