લાગ્યું સુનીલ ગ્રોવર સાંપ ઉઠાવી રહ્યો છે પણ વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો
કોમેડિયન સુનીલ ગ્રોવરની તાજેતરમાં જ હાર્ટ સર્જરી થઈ હતી, જેના પછી ચાહકો તેને સતત શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. સુનીલ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે તેણે ફરવાનું શરૂ કર્યું છે. હાલમાં જ સુનીલ ગ્રોવર ફરતા ફરતા એક જગ્યાએ પહોંચી ગયા અને ખૂબ જ જોખમી કામ કરવા લાગ્યા. કારમાંથી નીચે ઉતરીને તે સાંપ પાસે જવા લાગ્યો. સુનીલ ગ્રોવરે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
સુનીલ ગ્રોવરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુનીલ ગ્રોવર કેમેરામેનને શાંત થવા અને આગળ વધવાનું કહે છે અને તે એક સાંપ પાસે જાય છે. તેના હાથમાં એક નાની લાકડી છે અને તે તેની લાકડી તે સાંપ પાસે લઈ જાય છે અને પછી તે સાંપને હાથથી ઉપાડે છે. પરંતુ પાછળથી ખબર પડે છે કે સુનીલે જેને ઉપાડ્યો તે સાંપ નહીં પરંતુ પાઇપ છે.
સુનીલ ગ્રોવરના આ વિડીયો પર ચાહકો ખુબ પ્રેમ કરી રહ્યા છે. અભિનેતાનું કોમિક ટાઈમિંગ પણ અદ્ભુત છે. સુનીલ ગ્રોવરની ફેન ફોલોઈંગ ઘણી લાંબી છે. કોમેડિયન હોવા ઉપરાંત તે એક અદભૂત અભિનેતા પણ છે. સુનીલે ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'ધ કપિલ શર્મા શો'માં તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો હતો. જોકે બાદમાં તેણે વિવાદોને કારણે શો છોડી દીધો હતો, ત્યારબાદ સતત એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે પરત ફરી શકે છે, પરંતુ તે હજુ સુધી પાછો ફર્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લાઈટમાં કપિલ સાથે તેનો થોડો ઝઘડો થયો હતો. જે બાદ તેણે આ પગલું ભર્યું હતું. જે બાદ આજ સુધી બંનેએ સાથે સ્ટેજ શેર કર્યું નથી.
તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવરની આ વર્ષે હાર્ટ સર્જરી થઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોએ તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ ગ્રોવરના હૃદયમાં બ્લોકેજ હતું, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. અભિનેતા લાંબા સમયથી આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો, પરંતુ શૂટિંગમાં વ્યસ્તતાને કારણે તેની સર્જરીમાં વિલંબ થઈ રહ્યો હતો. જ્યારે સુનીલ સર્જરી કરાવીને પરત ફર્યો ત્યારે તેણે ખૂબ જ રમુજી અંદાજમાં ચાહકોનો આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp