આલિયા સાથે સરખામણીને પોતાનું અપમાન સમજે છે કંગના, આલિયાની એક્ટિંગ વિશે કહી આ વાત

PC: bollywoodhungama.in

કંગના રણૌત અને આલિયા ભટ્ટની વચ્ચે ફિલ્મ ‘મણિકર્ણિકા’ની રીલિઝ સમયથી ચાલ્યો આવતો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ આલિયા ભટ્ટ જ્યાં કંગનાના નિવેદનોનો શાલીનતાથી જવાબ આપી રહી છે. તો બીજી તરફ કંગના આલિયા પર નિશાનો સાધવાની કોઈપણ તક છોડી નથી રહી. હવે ફરી એકવાર કંગના રણૌતે આલિયા પર હુમલો કર્યો છે. કંગનાએ ‘ગલી બોય’માં આલિયાની એક્ટિંગ પર રીએક્શન આપ્યું છે.

આ વિવાદ બોલિવુડ લાઈફના ઓનલાઈન પોલથી શરૂ થયો. જ્યાં 2019ની બેસ્ટ એક્ટ્રેસના સર્વેમાં કંગના રણૌતે આલિયા ભટ્ટને હરાવી. વોટિંગમાં કંગના પહેલા અને આલિયા બીજા નંબર પર રહી.

ત્યારબાદ વેબસાઈટ સાથે વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે, હું શરમ અનુભવુ છું. ‘ગલી બોય’ના પરફોર્મન્સમાં મને હરાવવા જેવું હતું શું. ફરી એ જ મુંહફટ છોકરીનો રોલ... મહિલા સશક્તિકરણ અને સારા અભિનય વિશે બાલિવુડના વિચાર... મને આ શર્મિંદગીથી દૂર રાખો. મીડિયાએ ફિલ્મી કિડ્ઝને ખૂબ જ પ્રેમથી લીધા છે. તેમના એવરેજ કામ માટે તેમને પેંપર કરવાનું બંધ કરો. નહીં તો ક્યારેય સારી એક્ટિંગનો સ્કેલ ઊંચો નહીં આવશે.

આ અગાઉ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં આલિયા-રણવીરને આ જનરેશનના યુવા ચહેરા ગણાવવા અંગે ટીકા કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, તેમને યુવા કહેવાની વાત ક્યાં આવી. રણબીર 37 વર્ષનો છે. આલિયા ભટ્ટ માત્ર 27 વર્ષની છે. 27 વર્ષની ઉંમરમાં મારી મમ્મીના 3 બાળકો હતા. આ એકદમ અનુચિત છે. બાળકો છે કે ડંબ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp