જાણો ફરાહ ખાને શ્રીદેવી અને જ્હાન્વી વિશે શું કહ્યું

PC: instagram.com/sridevi.kapoor/

ફરાહ ખાન, જેણે શ્રીદેવી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તે હાલમાં શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર સાથે તેની ડેબ્યુ ફિલ્મ 'ધડક'માં કામ કરી રહી છે. લોકો જ્હાન્વીની શ્રીદેવી સાથે જે રીતે સરખામણી કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે એવું ફરાહ ખાનને લાગી રહ્યું છે.

ફરાહનું માનવું છે કે દરેક કલાકારની પોતાની એક ઓળખ હોય છે અને આપણે તેને માન આપવું જોઈએ. જ્હાન્વી અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે, જ્હાન્વી ખૂબ હોશિંયાર છે અને તે ઘણી સારી ડાન્સર પણ છે. કોઈ પણ ડાન્સના મુવ તે જલદીથી શીખી લે છે. જ્હાન્વીની તેની માતા સાથે સરખામણી કરવી ખોટી ગણાશે તેવું મારુ માનવું છે કારણ કે આટલી ઉંમરે શ્રીદેવી એક અનુભવી અભિનેત્રી બની ગઈ હતી, જ્યારે આ જ્હાન્વીની પ્રથમ ફિલ્મ છે.

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

મને શ્રી પ્રત્યે ઘણો પ્રેમ છે. જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી હતી તે સમયે તેણે જ મને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું અને હું તેના બધા શો કરતી હતી પરંતુ દરેક વ્યક્તિ અલગ હોય છે-તેવું ફરાહે વધુમાં કહ્યુ્ં હતું.

કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મ 'ધડક'માં જ્હાન્વીની સાથે શાહીદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મ 23 જુલાઈના રોજ રીલિઝ થશે. દુબઈની હોટેલના બાથટબમાં આકસ્મિક રીતે ડૂબી જવાથી 24 ફેબ્રુઆરીના રોજ બોલિવુડની ચાંદનીનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના 10-15 દિવસ પછી તેની પુત્રી જ્હાન્વી ફરીથી તેની ફિલ્મના બાકીના શૂટ માટે સેટ પર પહોંચી ગઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp