'ભીડુ' નહીં બોલતા, જેકી શ્રોફની નકલ કરી તો ખેર નહીં! જાણો કેમ પહોંચ્યા કોર્ટ

PC: iwmbuzz.com

બોલિવુડ એક્ટર જેકી શ્રોફ 90ના દશકનું એક મોટું નામ છે. તેણે પોતાના અભિનયથી બોલિવુડ જગતમાં હંમેશાં જ મુંબઈની લોકલ ભાષામાં ભીડુ શબ્દનો ઉપયોગ કર્યો છે. સાથે જ લોકો તેમના આ શબ્દનો ઉપયોગ મોટા ભાગે કરતા નજરે પડી જાય છે. જો કે, હવે એક્ટર તેને લઈને કોર્ટ પહોંચી ગયો છે અને તેણે દિલ્હી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેકી શ્રોફે પોતાના અંગત અને પબ્લિક રાઇટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને અરજી દાખલ કરી છે.

અરજીમાં તેણે માગ કરી છે કે તેમનો અવાજ, નામ, તસવીર અને તેમના દ્વારા કહેવામાં આવેલા ભીડુ શબ્દનો ઉપયોગ તેની મંજૂરી વિના ન થાય. આ મામલે હાઇકોર્ટ આજે વચગાળાનો આદેશ પાસે કરશે. ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફ એકમાત્ર બોલિવુડ એક્ટર નથી, જેણે પોતાના રાઇટ્સ માટે અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, ભીડુ એક મરાઠી શબ્દ છે, જેનો હિન્દીમાં અર્થ જોડીદાર થાય છે. આ અગાઉ અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર પણ પોતાના રાઇટ્સની સુરક્ષાને લઈને અરજી દાખલ કરી ચૂક્યા છે.

અમિતાભ બચ્ચને વર્ષ 2022માં અને અનિલ કપૂરે વર્ષ 2023માં દિલ્હી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને પોતાનો અવાજ, તસવીર, પર્સનાલિટી અને નામનો ઉપયોગ મંજૂરી વિના ન કરવાની માગ કરી હતી. તો આ મામલે દિલ્હી હાઇ કોર્ટે પર્સનાલિટી રાઇટ્સને સુરક્ષિત રાખવાનો વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. કામને લઈને વાત કરવામાં આવે તો જેકી શ્રોફ છેલ્લી વખત ફિલ્મ 'મસ્ત મેં રહને કા'માં નજરે પડ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે નીના ગુપ્તા નજરે પડી હતી. આ ફિલ્મ 2 જૂના મિત્રો બાબતે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp