ઘાયલ, અંદાજ અપના અપના જેવી ફિલ્મ બનાવનારને જામનગર કોર્ટે આપી જેલની સજા, 2 કરોડ..

PC: news18marathi.com

બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છે. તેમના ચેક બાઉન્સ કેસમાં જામનગર કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. રાજકુમાર સંતોષીને કોર્ટે 2 વર્ષની જેલની સજા સંભળાવી અને ચેક અમાઉન્ટની બેગણી રકમ એટલે કે 2 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે. 'ઘાયલ' અને 'ઘાતક' જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં આજે જામનગર કોર્ટે શનિવારે આ સજા સંભળાવી છે. રાજકુમાર સંતોષીએ જામનગરના વેપારી અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉધાર લીધા બાદ પૈસા ચૂકવ્યા નહોતા. એવામાં અશોકલાલે પ્રોડ્યુસર પર જામનગરની કોર્ટમાં કેસ નોંધાવી દીધો હતો. આ કેસમાં જામનગર કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.

શું છે આખો મામલો:

આ કેસ વર્ષ 2015નો છે. વર્ષ 2019માં રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં સુનાવણી માટે ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ અશોકલાલના વકીલે જણાવ્યું હતું કે રાજકુમાર સંતોષી અને અશોકલાક ક્લોઝ ફ્રેન્ડ્સ છે. વર્ષ 2015માં લાલે સંતોષીને એક કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. તેને ચૂકવવા માટે સંતોષીએ લાલને 10 લાખ રૂપિયાના 10 બેંક ચેક આપ્યા હતા, જે ડિસેમ્બર 2016માં બાઉન્સ થઈ ગયા.

તેના પર અશોકલાલે સંતોષીને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે બંને વચ્ચે વાત ન થઈ શકી તો લાલે જામનગર કોર્ટમાં કેસ નોંધાવી દીધો હતો. કેસ નોંધાયા બાદ 18 સુનાવણીમાં રાજકુમાર સુનાવણીઓમાં રાજકુમાર સંતોષી કોર્ટ ન પહોંચ્યા. શરૂઆતમાં કોર્ટે સંતોષીને જણાવ્યું હતું કે તેમણે દરેક બાઉન્સ થયેલા ચેક માટે પીડિતને 15 હજાર રૂપિયા આપવા પડશે, પરંતુ હવે કોર્ટે ગંભીર નિર્ણય સંભળાવતા તેમને પોતાના માટે ઉધારની બેગણી રકમ અશોકલાલને ચૂકવવાનો નિર્ણય સંભળાવ્યો.

67 વર્ષીય રાજકુમાર સંતોષી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ પ્રોડ્યુસર છે. તેમણે સની દેઓલ સહિત શાહિદ કપૂર, રણબીર કપૂર, કટરીના કૈફ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સાથે ઘણા સ્ટારો સાથે કામ કર્યું છે. તેમણે 'ખાકી', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'દામિની' સાથે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. સાથે જ તેમણે 'પુકાર', 'લજ્જા', 'દિલ હૈ તુમ્હારા' અને 'અંદાજ અપના અપના' જેવી ફિલ્મો પણ લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp