જલોટાનાં બાળકની મા બનવાની હતી જસલીન! મોડલે કર્યો સનસનીખેજ ખુલાસો

PC: twitter.com/MatharuJasleen

નાના પડદાંનાં સૌથી વિવાદિત અને ચર્ચિત રિયાલિટી ટીવી શો બિગ બોસ સીઝન 12 પર ભજન ગાયક અનુપ જલોટા જસલીન મથારુ સાથે રિલેશનશિપમાં હોવાની વાતનો ખુલાસો થયો. 65 વર્ષીય અનુપ જલોટા પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે રિલેશનશિપમાં હોવાની વાત દાવાનળની જેમ બધે ફેલાઈ ગઈ અને ઘણાં લોકો નારાજ પણ થયાં.

અનુપ જલોટા અને જસલીનનાં આ સંબંધ અંગે હવે મોડલ અનીશા સિંહ શર્માએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. સાથે જ અનીશાએ અનુપ સામે ઘણાં ગંભીર આક્ષેપો પણ કર્યા છે. અનીશાએ જણાવ્યું હતું કે, જસલીન તેની ખૂબ સારી મિત્ર છે અને તે અનુપ સાથેના પોતાનાં રિલેશન અંગેની દરેક વાત તેને કરતી હતી. અનુપ અને જસલીનનાં રિલેશનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે તેમનાં માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકતી હતી.

અનીશાએ જણાવ્યું હતું કે, મે અનુપ જલોટા અને જસલીન મથારુને તેની પ્રેગનેન્સીનાં મુદ્દે લડતાં જોયા હતાં. તે દરમિયાન જસલીને અનુપ પર આરોપ લગાવ્યો હતો કે, અનુપ તેનાં મુદ્દે ખૂબ જ લાપરવાહ છે અને એટલે જ તે પ્રેગનેન્ટ થઈ ગઈ. થોડાં દિવસ બાદ અનીશાને જાણવા મળ્યું હતું કે, જસલીને અબોર્શન કરાવી લીધું છે.

આ ઘટનાનાં થોડાં દિવસ બાદ અનુપે અનીશાને કહ્યું હતું કે, મને શંકા છે કે જસલીન મને ચીટ કરી રહી છે અને UKમાં તેનો એક સિક્રેટ બોયફ્રેન્ડ છે. જોકે, જસલીને હંમેશાં તે વાતનો ઈનકાર કર્યો છે.

અનીશાએ એવો પણ દાવો કર્યો છે કે, અનુપે જસલીનને ધમકી આપી હતી કે, જો તે આ મુદ્દે પોલીસ પાસે જશે તો તેણે ભયંકર પરિણામો ભોગવવા પડશે. જોકે, પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે અને તેમણે અનુપ જલોટાનાં ઘરે તેમજ બિગ બોસ હાઉસમાં નોટિસ પણ મોકલી આપી છે.

આ વાત બહાર આવતાં જ વિવાદનાં વંટોળો ઊભા થયા છે અને જસલીનનાં પિતા પણ તેમનાં આ સંબંધથી ખૂબ નારાજ છે. બિગ બોસ 12ની સૌથી વિવાદિત બની ચૂકેલી જસલીન અને અનુપની જોડીને ઈન્ટરનેટ પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp