સ્પેશિયલ કોર્ટ પહોંચી કંગના અને જાવેદની કાયદાકીય લડાઇ, કેસ કેમ કરાયો ટ્રાન્સફર
બોલિવુડ એક્ટ્રેસ અને લોકસભાના સાંસદ કંગના રણૌત અને ગીતકાર જાવેદ અખ્તરની લડાઇ હવે સ્પેશિયલ કોર્ટ પહોંચી ગઇ છે. જાવેદ અખ્તરે કંગના રણૌત વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. ત્યારબાદ કંગનાએ પણ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હવે આ કેસની સુનાવણી બાંદ્રા સ્પેશિયલ કોર્ટમાં થશે. મુંબઇના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદના બધા કેસ અંધેરી કોર્ટ પાસેથી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
21 ઑગસ્ટના રોજ આપેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંગના રણૌત સાંસદ બન્યા બાદ આ કેસનું ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. હવે તેની સુનાવણી MP અને MLA સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરનારી સ્પેશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા છે. હવે બંને પક્ષોના વકીલોએ બાંદ્રા જવું પડશે. જલદી જ આ કેસો સાથે જોડાયેલા દસ્તાવેજો પણ સ્પેશિયલ કોર્ટ મોકલી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત આ કેસને પહેલા પણ કોઇ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. જો કે, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને દિનદોશી સેશન કોર્ટ તેમની અરજી સ્વીકારી નહોતી. કંગના રણૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ કરી છે કે માર્ચ 2016માં તેમના આવાસ પર તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે કંગના અને રીતિક રોશન વચ્ચે વિવાદમાં જાવેદ અખ્તરે પોતે દખલઅંદાજી કરી અને રણૌત પર માફી માગવાનો દબાવ બનાવ્યો.
વર્ષ 2021માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં કંગના રણૌતે આ મીટિંગનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ જાવેદ અખ્તરે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ કંગના રણૌતે પણ કાઉન્ટર કમ્પલેઇન કરી અને કહ્યું કે, તેમના પર બળજબરીપૂર્વક માફી માગવાનો દબાવ તેમણે બનાવ્યો હતો. જો કે, રણૌતની ફરિયાદ પર કાર્યવાહી કરવાની સેશન કોર્ટે રોક લગાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp