'મિર્ઝાપુર જોયા પછી ઉબકા આવે છે' સંદીપ રેડ્ડીની આ ટિપ્પણી પર જાવેદ અખ્તરનો જવાબ

PC: up18news.com

સંદીપ રેડ્ડી વાંગાના એનિમલને લઈને જનતા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક એ છે કે જેને ફિલ્મ ગમી. એક એ છે કે જે આ ફિલ્મની સંપૂર્ણપણે વિરુદ્ધ ગયો. જો કે તેણે વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ તેની સમીક્ષાઓ ખૂબ જ એકબીજાથી વિરુદ્ધ હતી. જાવેદ અખ્તરે 'એનિમલ'ની સફળતા પર સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં સંદીપ રેડ્ડીએ પણ ફરહાન અખ્તરની સિરીઝ 'મિર્ઝાપુર' પર ટિપ્પણી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 'મિર્ઝાપુર જોયા પછી મને ઉબકા આવે છે'. હવે જાવેદે સંદીપની આ ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે 'એનિમલ' અને 'સંદીપ રેડ્ડી વાંગા' વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “મેં ક્યારેય ફિલ્મ મેકર્સને દોષ નથી આપ્યો. મને લાગે છે કે આ લોકશાહી સમાજમાં તેમને 'એનિમલ' અને 'એનિમલ' જેવી ઘણી ફિલ્મો બનાવવાનો અધિકાર છે. મને માત્ર પબ્લિકની જ ચિંતા છે, ફિલ્મમેકરની નહીં. તે કોઈપણ ફિલ્મ બનાવી શકે છે. તમે મારી 53 વર્ષની કારકિર્દીમાં કંઈ ખામી નીકાળી શક્યા નથી. કેટલી શરમની વાત છે.'

જાવેદ અખ્તરે પણ આ જ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે હજુ સુધી 'એનિમલ' જોઈ નથી. ફક્ત એ ફિલ્મ વિશે સાંભળ્યું જ છે. જાવેદે સંદીપ રેડ્ડી વાંગાની 'મિર્ઝાપુર' ટિપ્પણી વિશે પણ વાત કરી. તેણે કહ્યું, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તેણે મને જવાબ આપ્યો. મારી 53 વર્ષની કારકિર્દીમાં તેમને મારી એક પણ એવી ફિલ્મ નહીં મળે, ન તો સ્ક્રિપ્ટમાં, ન સીનમાં, ન ડાયલોગમાં, ન ગીતમાં કે જે વાંધાજનક હોય. તેથી તેઓએ મારા પુત્રની ઓફિસમાં જવું જોઈએ અને જોવું જોઈએ કે, મારા પુત્રએ તે શ્રેણીમાં ન તો અભિનય કર્યો હતો, ન તો તેનું નિર્દેશન કર્યું હતું, કે ન તો તે લખી હતી. તેમની કંપનીએ તે શ્રેણીનું નિર્માણ કર્યું. આજકાલ એક્સેલ જેવી મોટી કંપનીઓ ઘણા શો અને ફિલ્મો બનાવી રહી છે. તે શ્રેણી તેમાંથી એક હતી.'

તાજેતરમાં જ જાવેદ અખ્તર અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વક્તા તરીકે પહોંચ્યા હતા. અહીં જ તેમણે 'એનિમલ'નું નામ લીધા વિના તેના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે, યુવા ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મોટી કસોટી છે. આજે તમે કેવા પાત્રને રજૂ કરશો અને સમાજ કયા પાત્રને બિરદાવશે? જ્યાં કોઈ ફિલ્મ કે જેમાં કોઈ પુરુષ સ્ત્રીને કહે છે કે, ચાલ મારા ચંપલ ચાટ, જો કોઈ પુરુષ કહે કે, સ્ત્રીને થપ્પડ મારવામાં ખોટું શું છે, તો તે ચિત્ર સુપર-ડુપર હિટ થઈ જાય, તો તે ખૂબ જ ખતરનાક બાબત છે. લોકો મને પૂછે છે, 'સર, આજકાલ ગીતો કેવા બને છે?' છ-સાત લોકો મળીને ગીતો બનાવે છે. ‘ચોલી કે પીછે ક્યા હૈ’ એક માણસ દ્વારા લખવામાં આવ્યું હતું, જે બે પુરુષો દ્વારા રચવામાં આવ્યું હતું અને બે છોકરીઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યું હતું. આ આઠ-દસ લોકો જરા પ્રોબ્લેમ છે. સમસ્યા એ છે કે, આ ગીત સુપરહિટ થઈ ગયું હતું. કરોડો લોકોએ આને પસંદ કર્યું. આ એક ડરામણી બાબત છે.'

જેના જવાબમાં સંદીપ રેડ્ડીએ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે, જાવેદ સાહેબે આવું જ કંઇક ફરહાન અખ્તરને કેમ નહોતું કહ્યું?, જ્યારે તે 'મિર્ઝાપુર' બનાવી રહ્યા હતા, 'મિર્ઝાપુર' ફિલ્મમાં તો દુનિયાભરના અપશબ્દો બોલવામાં આવે છે. મેં આખો શો જોયો નથી. જો તમે તે શોને તેલુગુમાં અનુવાદિત થયા પછી જોશો તો, તમને તેને જોઈને જ ઉબકા આવે છે. જાવેદ સાહેબ તેમના પુત્રનું કામ કેમ નથી જોતા?

ચાલો કઈ નહીં, 'એનિમલ' વર્ષ 2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp