મૂર્ખ છે એ છોકરીઓ જે ડેટ પર બિલ અડધું-અડધું કરે છે: જયા બચ્ચન

PC: mensxp.com

જયા બચ્ચન એ હસ્તીઓમાં સામેલ છે, જે કોઈ પણ મુદ્દા પર પોતાના નીડર વિચાર રાખતા પાછળ હટતા નથી. પછી તેના માટે તેમને ગુસ્સાનો જ સામનો કેમ ન કરવો પડે. હવે તેમણે કહ્યું કે, એ મહિલાઓ અને છોકરીઓ મુર્ખ છે, જે ડેટ પર જાય છે અને પછી બિલ સ્પ્લિટ કરે છે. જયા બચ્ચને કહ્યું કે, પુરૂષોએ જ બિલ ભરવું જોઈએ. જયા બચ્ચને આ વાત પૌત્રી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ શૉ વોટ ધ હેલ નવ્યાની બીજી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં કહી. આ એપિસોડમાં જયા બચ્ચન સાથે હંમેશાંની જેમ શ્વેતા નંદા પણ હતી.

નવ્યા નવેલી નંદાએ ફેમિનિઝ્મ પર વાત કરી અને કહ્યું કે, મહિલાઓ હવે વધુ સશક્ત અનુભવી રહી છે. ઘણી વસ્તુ તેઓ સ્વતંત્ર રૂપે કરવા માગે છે. ત્યારબાદ તેણે ઉદાહરણ આપ્યું કે જો તમે કોઈ છોકરીને ડેટ પર લઈ જાવ છો તો કહો છો કે તમે બિલ ભરશો, તો કેટલાક લોકો તેનાથી નારાજ થઈ જાય છે કેમ કે મહિલાઓને લાગે છે એ પણ સમાન રૂપે તેની હકદાર છે, પરંતુ નવ્યાની વાત પૂરી થવા અગાઉ જ જયા બચ્ચન બોલે છે કે એ મહિલાઓ મૂર્ખ છે, જે એમ કરે છે. કેટલી મૂર્ખ છે એ (બિલ સ્પ્લિટ કરવા કહેનારી) મહિલાઓ, પરંતુ પુરુષોને બિલ ભરવા દેવું જોઈએ.

નવ્યાએ દાદી જયા બચ્ચન અને માતા શ્વેતા નંદાને પૂછ્યું કે તમારા સમયમાં અને આ સમયમાં શું તેમણે પુરુષોમાં કોઈ બદલાવ જોયો છે? મતલબ ત્યારે તેઓ તેમના સમયમાં કેવા હતા અને આજે કેવા છે? જવાબમાં શ્વેતા નંદા કહે છે કે, 'અમારા સમયમાં હંમેશાં એમ માનવામાં આવતું હતું કે એક પુરુષે મજબૂત હોવું જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. અહી સુધી કે જ્યારે તમે ડેટિંગ કરી રહ્યા છો તો પણ તમે છોકરાની રાહ જુઓ. એ જ તમારી પાસે આવશે અને પ્રપોઝ કરશે.'

જયા બચ્ચને તેના પર હકાર ભરતા કહ્યું કે, તે એવું જ ઇચ્છશે. તેઓ બોલ્યા કે, 'સારું હશે કે પુરુષ જ પ્રપોઝ કરે. નહિતર મને તો ખૂબ અજીબ લાગશે.' નવ્યાએ પોતાના પૉડકાસ્ટ શૉમાં આ વખત ભાઈ અગસ્ત્ય નંદાને પણ બોલાવ્યો હતો. હાલમાં જ તેણે 'ધ આર્ચિસ'થી એક્ટિંગમાં ડેબ્યૂ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે નવ્યા નવેલીના પૉડકાસ્ટ શૉમાં વધુ મુદ્દા મહિલાઓ સાથે જોડાયેલા હોય છે, પરંતુ મર્દાનગી એટલે કે પુરુષત્વને લઈને પુરુષોના શું વિચાર છે, એ જાણવા માટે અગસ્ત્ય નંદાને શૉમાં બોલાવવામાં આવ્યો.

નવ્યાએ ભાઈ અગસ્ત્યને લઈને ખુલાસો કર્યો કે તે ખૂબ સેન્સિટિવ છે અને રડવા લાગે છે. પરંતુ તે ખુલ્લેઆમ રડવામાં પણ સંકોચ અનુભવતો નથી. અગસ્ત્યએ પણ મહિલાઓ અને છોકરીઓ પર પુરુષોના એક્શન્સ પર વિચાર રાખ્યા. તેણે કહ્યું કે, કોઈ પણ એક્શન પાછળ તમારી મંશા શું છે, એ મહત્ત્વ રાખે છે. જો કોઈ પુરુષ દયા ભાવ સાથે મહિલા માટે દરવાજો ખોલે છે ત્યારે તો સારું છે, પરંતુ જો તે એ મંશા સાથે ગેટ ખોલી રહ્યો છે તો સુપિરિયર છે, તો પછી સમસ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp