શું લગ્ન બાદ પત્ની માટે બીગ બીનો પ્રેમ થઈ ગયો હતો ખતમ? જયા બચ્ચને કર્યો ખુલાસો

PC: telegraphindia.com

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પોતાના પૉડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'ની સીઝન 2 લઈને જલદી જ આવી રહી છે. હાલમાં આ શૉનું શાનદાર ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. જે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, ફરી એક વખત જયા બચ્ચન પોતાની દીકરી શ્વેતા સાથે આ શૉમાં સામેલ થવાના છે, જ્યાં બચ્ચન પરિવારની ત્રણેય સ્ત્રીઓ ખૂબ ગોસિપ કરતી નજરે પડી રહી છે. આ દરમિયાન જયા પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાને એમ પણ બતાવતી નજરે પડી રહી છે કે લગ્ન બાદ શું બદલાવ થાય છે.

વોટ ધ હેલ નવ્યાની નવી સીઝન-2નું જે ટ્રેલર સામે આવ્યું છે, તેમાં તમે જોઈ શકો છો કે, બચ્ચન પરિવારની ત્રણેય જનરેશનની લેડિઝ વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી અને બોન્ડિંગ દેખાઈ રહી છે. ત્રણેય એક-બીજા સાથે ખૂબ હસી-મજાક કરતી નજેરે પડી રહી છે. આ વાતચીત દરમિયાન જયા બચ્ચન પોતાની પૌત્રીને કહેતા નજરે પડે છે કે લગ્ન થયા નથી કે રોમાન્સ બારીથી બહાર. હવે આ વાત જયા બચ્ચને કેમ કહી અને તેની પાછળનું કારણં શું હતું? એ તો શૉ આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ જેવો જ જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ અનુમાન લગાવવાના શરૂ કરી દીધા કે જયાનો આ ઈશારો તેમના લગ્ન તરફ હતો.

 
 
 
View this post on Instagram

A post shared by What The Hell Navya (@wthn_official)

બની શકે કે લગ્ન બાદ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે રોમાન્સ ખતમ થઈ ગયો હોય. હાલમાં આ શૉ આવ્યા બાદ જ જયા બચ્ચન આ વાતની હકીકતની જાણકારી મળી શકશે. ઉલ્લેખનીય છે કે વોટ ધ હેલ નવ્યા, 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રેમ, મહિલાઓ, પુરુષ, વેલનેસ અને એવા જ અલગ અલગ મુદ્દાઓ પર રસપ્રદ વાતો આ શૉમાં કરવામાં આવે છે. નવ્યા પોતાની યુટ્યુબ ચેનલ પર બધા વીડિયો શેર કરે છે. ઉલ્લેખનીય છે કે નવ્યા, શ્વેતા બચ્ચન નંદા અને બિઝનેસમેન નિખિલ નંદાની દીકરી અને અમિતાભ અને જયા બચ્ચનની પૌત્રી છે.

નવ્યા નવેલી નંદા ન્યૂયોકની એક કૉલેજથી ગ્રેજ્યુએટ છે. નવ્યા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. તેની સાથે જ તે ડિજિટલ ટેક્નોલોજી એન્ડ UX ડિઝાઇનમાં મેજર છે. નવ્યા પ્રોજેક્ટ નવેલીનો ફાઉન્ડર પણ છે. એ સિવાય નવ્યા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. નવ્યાની ફેન ફોલોઇંગ કોઈ સ્ટારથી ઓછી નથી. ભલે તે ફિલ્મો ન કરતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફેન્સની કોઈ કમી નથી. આ જ કારણ છે કે નવ્યા સાથે જોડાયેલી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp