સોશિયલ મીડિયાને ગંભીરતાથી નથી લેતી જાન્હવી, ઈન્સ્ટા પર કેમ દેખાય છે ગ્લેમરસ

PC: instagram.com

સોશિયલ મીડિયા પર ચમક દમક ભરેલી ઈમેજ મેઈન્ટેન કરવાની સાથે ફિલ્મોમાં ઘણો મિડલ ક્લાસ પાત્ર ભજવવા અંગે જાન્હવી કપૂરે એક ઈન્ટરવ્યુમાં તે અંગે દિલ ખોલીને વાત કરી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂરની ઈમેજ ઘણી ગ્લેમરસ છે, જ્યારે ફિલ્મોમાં તે આજકલ ઘણી મિડલ ક્લાસ અને ડાઉન ટુ અર્થ ટાઈપના પાત્રો ભજવી રહી છે. એક્ટ્રેસને પૂછવામાં આવ્યું હતું કે શું આ એક રીતનો વિરોધાભાસ નથી ઉદ્દભવ કરતો.

 

આ અંગે જાન્હવી કપૂકે કહ્યું હતું કે, ઘણી વખત લોકો તેને કહે છે કે તે જે ફિલ્મો કરી રહી છે તે એક ખાસ બીટવાળી છે, જ્યારે તેની સોશિયલ મીડિયા ઈમેજ એકદમ તેનાથી વિપરીત છે. જાન્હવી કપૂરે આ અંગે કહ્યું હતું કે- તેઓ મને કહે છે કે જો લોકો મને સતત તે રીતના ગેટઅપમાં જોતા રહેશે તો તે ફિલ્મોમાં મારા આ રીતના પાત્રને ખાસ રિસપોન્સ આપશે નહીં. જાન્હવી કપૂરે કહ્યું કે તે બસ પોતાને વધારે પડતી ગણતરીશીલ થવાથી બચાવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તેણે કહ્યું કે- હોઈ શકે કે પહેલા મનીષ મલ્હોત્રાની સાડીમાં અને પછી એક સાદા કુર્તામાં નજર આવીને હું લોકોને કન્ફ્યુઝ કરી રહી છું પરંતુ આ જ તો મારું કામ છે. આ મારું આર્ટ છે. એક્ટ્રેસે કહ્યું કે તે પોતાના પાત્રોને ઘણા રિયલ અને ઓથેન્ટિક દેખાડવા ઈચ્છે છે. જોકે તે ફિલ્મના જે પાત્રમાં જોવા મળે છે, તેવી અસલ લાઈફમાં નથી. એક એક્ટર હોવાનું આવું જ હોય છે.

 

જાન્હવી કપૂરે કહ્યું કે તે સોશિયલ મીડિયાને ગંભીરતાથી લેવા નથી ઈચ્છતી. તેણે બસ માત્ર મસ્તી માટે અહીં અકાઉન્ટ બનાવ્યું છે. હોઈ શકે કે જો તે ક્યુટ દેખાય તો 5 બીજા લોકો તેના ફોટાને લાઈક કરી લે, તેને હીજી કેટલીક બ્રાન્ડ્સ સાઈન કરી લે અને તે બીજા કેટલાંક વધારાના ઈએમઆઈની ચૂકવણી કરી શકે.

 

હાલમાં જ જાન્હવી કપૂરની ફિલ્મ 'મિલી' થિયટરોમાં રીલિઝ થઈ છે. દર્શકોને આ ફિલ્મનો મિક્સ પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર સાથે સની કૌશલ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં કોઈ રેસ્ટોરન્ટના કોલ્ડ રૂમમાં લોક થઈ જાય છે અને પછી તે પોતાની જાતને ઠંડીથી બચાવવા માટે શું કરે છે તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિજેતા મથુકુટ્ટી જેવિયરે ડિરેક્ટ કરી છે. ફિલ્મ જાન્હવીના પિતા બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp