જુહી ચાવલાએ જણાવ્યું શાહરુખ ખાન સાથે કેમ નથી જોતી IPL

PC: BCCI

શાહરુખ ખાણ, જુહી ચાવલા અને તેનો પતિ જય મેહતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક છે. જ્યારે પણ કોલકાતાની મેચ હોય છે તો શાહરુખ હંમેશાં પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચી જાય છે. IPL 2024 અગાઉ મેચમાં પણ શાહરુખ ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. જુહી ચાવલા અને જય મેહતા પણ ક્યારેક ક્યારેક શાહરુખ ખાન સાથે ટીમને ચીયર કરતા નજરે પડે છે, પરંતુ જુહી ચાવલાને શાહરુખ ખાન સાથે IPL મેચ જોવાનું સારું લાગતું નથી. તે તેને જરાય યોગ્ય માનતી નથી. એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં તેનું કારણ પણ બતાવ્યું છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, જુહી ચાવલાએ એક ઇવેન્ટ દરમિયાન શાહરુખ સાથે IPL જોવાનો સૌથી ખરાબ આઇડિયા બતાવ્યો. તેમણે એમ પણ જણાવ્યું કે શાહરુખ ખાન સાથે મેચ કેમ જોવાનું યોગ્ય નથી. જુહી ચાવલાએ કહ્યું કે, તેની સાથે મેચ જોવાનું મુશ્કેલ થઈ જાય છે કેમ કે જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન ન કરી રહી હોય તો એ પોતાનો બધો ગુસ્સો મારા પર ઉતારે છે. હું તેને કહું છું કે તે એ બધુ મને નહીં, પરંતુ ટીમને જઈને કહે. એટલે અમે સાથે મેચ જોવા માટે જરાય પરફેક્ટ નથી.

તેણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે બાકી ટીમના માલિકો સાથે પણ એવું જ થતું હશે. જ્યારે તેમની ટીમ રમતી હશે, તો તેઓ પણ પરસેવાથી રેબઝેબ થઈ જતા હશે. જ્યારે અમારી ટીમ રમે છે તો તેને જોવાનું રસપ્રદ હોય છે અને અમે બધા ખૂબ જ તણાવમાં રહીએ છીએ. IPL હંમેશાં રોમાંચક હોય છે. અમે બધા પોતાની ટીવી સામે બેસી રહીએ છીએ. જુહી ચાવલા ભલે શાહરુખ સાથે મેચ જોવા ખચકાતી હોય, પરંતુ બંનેની દશકો જૂની મિત્રતા છે. જુહીએ શાહરુખ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને તે એક્ટરના પુત્ર આર્યન પણ ખૂબ નજીક છે.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન ફસાયો હતો ત્યારે પણ જુહી ચાવલા જ મદદ માટે આગળ આવી હતી. તેણે જ આર્યનના બેલ બોન્ડની રકમ ભરીને તેના પર સાઇન કરી હતી. તો જુહી ચાવલા મુજબ, મુશ્કેલ સમયમાં શાહરુખ તેનો સહારો બનીને ઊભો રહ્યો છે. જ્યારે જુહી ચાવલાના ભાઈ કોમામાં હતો, તો શાહરુખ જ તેનો સહારો બન્યો હતો. માતા-પિતાના મોત બાદ ભાઈ જ જુહી ચાવલાનો સહારો હતો, પરંતુ તે પણ કોમામાં હતો. IPLની હાલની સીઝન માર્ચમાં શરૂ થઈ હતી. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઓપનિંગ સેરેમની થઈ હતી. આ વખત કોલકાતાની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તે 3માંથી 3 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp