Video:કોરિયન સિંગર પર ચઢ્યો રામની ભક્તિનો રંગ, Aooraએ ગાયું રઘુપતિ રાઘવ રાજા રામ
જય શ્રી રામ...જય શ્રીરામ.. આજે ભારતના દરેક ઘરમાં માત્ર જય શ્રીરામના નારા લાગી રહ્યા છે. અયોધ્યા નગરી જ નહીં, પરંતુ દેશના ખૂણા ખૂણામાં લોકો પ્રભુ રામનું શાનદાર સ્વાગત કરી રહ્યા છે. બધા રામ ભક્ત રામલલાની ભક્તિમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસ પર કે પોપ સિંગર ઔરા (Aoora)એ ભગવાન રામને પોતાના અવાજમાં એક ગીત ડેડિકેટ કર્યું છે. કે પોપ સિંગર Aooraએ બિગ બોસ 17માં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. પરંતુ થોડા અઠવાડિયા અગાઉ જ બિગ બોસથી તેની સફર પૂરી થઈ ગઈ.
Aoora ભલે બિગ બોસની ફિનાલેની રેસથી બહાર થઈ ગયો, પરંતુ ચારેય તરફ Aoora અત્યારે પણ યથાવત છે. તેને ફેન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તો હવે કે પોપ સિંગર Aooraએ રામલલા માટે ગીત ગાઈને પોતાના ફેન્સના દિલ ખુશ કરી દીધા છે. પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર Aooraએ પોતાના અવાજમાં ભગવાન રામ અને ઉત્તર પ્રદેશ ટૂરિઝ્મને ડેડિકેટ મ્યૂઝિક વીડિયો રીલિઝ કર્યો છે. મ્યૂઝિક વીડિયોનું ટાઇટલ છે 'રઘુપતિ રાઘવ રાજા રામ.' વીડિયોમાં Aooraના માથે તિલક લગાવીને ટ્રેડિશનલ લૂકમાં નજરે પડી રહ્યો છે.
તે ખૂબ એનર્જી અને શ્રદ્ધા ભાવથી ભગવાન રામનું ગીત ગાતો નજરે પડી. Aooraએ રામલલાનું નામ એવી રીતે જપ્યુ કે સાંભળનારા અવાજથી દીવાના થઈ જશે. Aooraએ ઇન્સ્ટાગ્રામ પર મ્યૂઝિક વીડિયો શેર કરતા લખ્યું કે, દક્ષિણ કોરિયા, અયોધ્યા સાથે ગાઢ અને ઐતિહાસિક બોન્ડ શેર કરે છે. અયોધ્યામાં સેલિબ્રેશનનો માહોલ છે એટલે હું આ ગીત પ્રેમ અને સન્માન સાથે ઉત્તર પ્રદેશ ટૂરિઝ્મને ડેડિકેટ કરવા માગું છું. ભારતીય સંસ્કૃતિએ મને ભારત સાથે કનેક્ટ કરવાનો ચાંસ આપ્યો છે.
તેણે આગળ લખ્યું કે, જ્યારે હું આ ગીત ગાઈ રહ્યો હતો, પોતાને ભક્તિમાં ડૂબેલો જોયો. હકીકતમાં તમને પણ એવું જ અનુભવાય. કે પોપ સિંગર Aooraને આ રામ ભક્તિમાં દુબઈને ગીત ગાતા જોઇમે ભક્તોનું દિલ ખુશ થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર તેનું ગીત આવવાથી દરેક બસ જય શ્રીરામ કમેન્ટ કરતું નજરે પડી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp